કોરોના કાળમાં વાહનોમાં મુસાફરોની જોખમી મુસાફરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:34:43
  • Views : 830
  • Modified Date : 2020-07-28 11:34:43

હાલના સમયમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, વાહનોમાં ચાર કે પાંચથી વધારે ફોર વ્હીલરમાં બેસાડવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
ત્યારે દાંતા તાલુકામાં આવેલાં હડાદ પોલીસ મથકની હદમાં ખાનગી વાહન ચાલકો પોલીસની રહેમનજર હેઠળ ઓવરલોડ મુસાફરો ભરીને લઈ જઈ રહ્યા છે. જ્યારે
પોલીસ વાન ચેકીંગમાં ઉભી હોવાં છતાં પણ ખાનગી વાહન ચાલકો દ્વારા બેફામ વાહનમાં ઘેટાં -બકરાંની જેમ બેસાડવામાં આવે છે. છતાં કોઈ કાર્યવાહી કરતી નથી.જ્યારે બાઇકચાલકોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. આમ બેવડાવલણને લઈ કલેક્ટરના જાહેરનામું ના ઉલ્લંઘન અને સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ તેમજ આર.ટી.ઓ. ના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે.  ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News