ડીસાના નવા બસ્ટેશન બિલ્ડિંગમાંથી પાણી ટપકતા મુસાફરો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 12:19:01
  • Views : 430
  • Modified Date : 2019-10-24 12:19:01

ડીસા શહેરનું બસસ્ટેશન કે જે એક સમયે ગુજરાતમાં જેની ચર્ચાઓ જોવા મળતી હતી અને મુસાફર જનતાને પણ
જરૂરીયાત મુજબની  સુવિધાઓ મળી રહેતી હતી. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી મુસાફર જનતા પણ સામાન્ય સુવિધાથી પરેશાન થઈ રહી છે. જેમાં ગટર ઉભરાવાની સમસ્યા હોય કે
પછી પાણીની પરબ પરની સ્વચ્છતાનો અભાવ હોય. પરંતુ મુસાફર જનતા કરે શું ત્યારે હમણા કેટલાંક દિવસોથી બસ્ટેશનના મુખ્ય એન્ટ્રી પરના પગથિયા ચડતાજ વગર વરસાદે પાણીથી ભિંજાવું પડે છે. કારણ કે બસ્ટેશન પરની બિલ્ડિંગમાં ઉપરના માળે એસ.ટી. કર્મચારીયો માટે બનાવવામાં આવેલ સંડાસ બાથરૂમનું પાણી બિલ્ડિંગ જર્જરીત થતા નીચે પડી રહ્યુ છે અને મુસાફર જનતાને અભડાવી રહ્યુ છે. જેથી તંત્ર દ્વારા તાકીદે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવું મુસાફર જનતા ઇચ્છી રહી છે.

Download Our B K News Today App



Related News