અંબાજી નજીક બસ અકસ્માતમાં ઘાયલ થયેલ મુસાફરોની કલેકટરે મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:26:13
  • Views : 500
  • Modified Date : 2019-04-20 05:26:13

અંબાજી દાંતા રોડ પર ત્રિશુળીયા ઘાટ પર અંબાજી- ભાભર બસની બ્રેક ફેઇલ થતાં અકસ્માત થયો હતો. બસ ડ્રાયવરની સમયસુચકતાને લીધે મુસાફરોને સામાન્ય ઇજાઓ જ થઇ હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પૈકી આઠ મુસાફરોને પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને થતાં તુરત જ તેઓ સિવિલ હોસ્પિટલ, પાલનપુર પહોંચી ઘાયલ મુસાફરોને મળી તેમના ખબર અંતર પુછ્યા હતાં. કલેકટરે સિવિલ હોસ્પિટલમાં ડોકટરોને જણાવ્યું કે ઘાયલ મુસાફરોને સારી સારવાર આપી કાળજી લેવામાં આવે. સારવાર આપ્યા બાદ ઘણાં મુસાફરોને સિવિલ હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News