દરરોજ 60 મિનિટ ઘર ગથ્થુ કામ કરવાથી અકાળે મૃત્યુનાં જોખમને ઘટાડી શકાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 13:35:10
  • Views : 365
  • Modified Date : 2019-10-31 13:35:10

મોટે ભાગે સ્ત્રીઓ દ્વાર કરવામાં આવતા ઘરકામથી સ્વાસ્થ્યને ફાયદો પણ થઈ શકે છે. તેનાથી અકાળે મૃત્યુનાં જોખમને ઘટાડી શકાય છે. 'બ્રિટીશ મેડિકલ' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

રિસર્ચમાં સામેલ નોર્વેના સંશોધનકારો અનુસાર, દરરોજ માત્ર પાંચ મિનિટની ઘરકામ અથવા ઘર સફાઈથી વયસ્કોમાં વહેલાં મૃત્યુનું જોખમના દરને ઘટાડી શકાય છે.

રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર વેક્યુમ ક્લિનીંગ અથવા લોનની સફાઈ કરવાથી તેમજ 1 કલાક સુધી ઘરની સફાઈ અથવા રસોઈ બનાવવાથી અકાળે મૃત્યુનાં જોખમને ઘટાડી શકાય છે.

આ રિસર્ચ નોર્વે સ્કૂલ ઓફ સ્પોર્ટ સાયન્સ દ્રારા કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં 36,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમની એક્ટિવિટીને આધારે બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા.

રિસર્ચમાં સામે આવ્યું કે ઘરકામ અથવા ઘરસફાઈની પ્રવૃત્તિમાં સામેલ લોકોમાં 73% અકાળે મૃત્યુનું જોખમ ઘટી જાય છે.

આ રિસર્ચના કો-ઓથર જણાવે છે કે,'આ રિસર્ચ જણાવે છે કે કોઈ પણ જાતની શારીરિક પ્રવૃત્તિઓ કરવાથી અકાળે મૃ્ત્યુંનાં જોખમને ઘટાડી શકાય છે.'

Download Our B K News Today App



Related News