ગોરધન રાજા સમયના મગુના શહેરમાંથી બુદ્ધની મૂર્તિઓના અવશેષો મળી આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-26 11:36:41
  • Views : 376
  • Modified Date : 2020-02-26 11:36:41

ગાંધીનગર તાલુકાના ચિલોડા દહેગામ રોડ ઉપર આવેલા ગોરધન રાજા સમયના મગુના શહેરથી ઓળખાતા મગોડી ગામમાંથી બુદ્ધ ભગવાનની મૂર્તિઓના વર્ષો જૂના અવશેષો મળી આવ્યા છે. નવા મકાનના પાયાનું ખોદકામ કરવામાં આવી રહ્યુ હતુ તે દરમિયાન ૨૫ કરતાં વધુ મૂર્તિઓ મળી આવી હતી.
મગોડી બસ સ્ટેન્ડ પાસે આવેલા મોટા વાસમાં રહેતા  પ્રહલાદજી ઠાકોર અને કાળાજી ઠાકોર પોતાનું ૫૦ વર્ષ જૂનું મકાન તોડીને નવું બનાવી રહ્યા હતા. તે દરમિયાન મકાનનો પાયો ખોદતા સમય સમય જૈન સમાજના ભગવાનની મૂર્તિઓ મળી આવી હતી. ત્રણ ફૂટ જેટલો પાયો ખોદતા સમય એકા-એક ૨૫ જેટલી મૂર્તિઓ મળી આવતા કામને અટકાવી દીધું હતું. મૂર્તિઓ મળ્યા બાદ તે સ્થળે ખોદકામ કરતા નાના કુવા જેવું મળી આવ્યો હતો. જેમાં અલગ-અલગ મૂર્તિઓે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હાલતમાં જોવા મળી હતી.
બીજી તરફ આ મૂર્તિઓ જૈન સમાજના ભગવાનની હોય તેવું પણ જોવા મળી રહ્યુ છે. મૂર્તિઓની સાથે એક સિંહાસન પણ મળી આવ્યુ છે. જેના ઉપર પૌરાણિક કાળની વાત વાળી કોતરણી જોવા મળી રહી છે. ખોદકામ દરમિયાન આ મૂર્તિઓને સુવ્યવસ્થિત રીતે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પુરાતત્વ વિભાગને જાણ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગામના સરપંચ કેશાજી સાથે વાત કરતા તેમણે કહ્યુ કે, મગોડી વર્ષો પહેલાં ગોરધન રાજા સમયમાં મગુના તરીકે ઓળખાતું હતું. આ શહેરનો સમય કાળમાં નાગરિકો જાહોજલાલી ભોગવતા હતા. ભૂતકાળમાં રાજાઓ એક બીજા શહેરો ઉપર ચડાઈ કરતા હતા. જેને લઈને કિંમતી ચીજવસ્તુઓને જમીનમાં સંતાડી રાખવામાં આવતી હતી. તેને લઈને મગુના શહેર વખતે સાચવી રાખવા જમીનમાં દાટી દીધી હોય તે પ્રકારનું હાલ તો જોવા મળી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News