વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં પધરાવેલ દશામાંની મૂર્તિઓની અવદશા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 11:21:02
  • Views : 444
  • Modified Date : 2019-08-27 11:21:02

વડગામ તાલુકાના મુક્તેશ્વર ખાતે આવેલા ડેમમાં તાજેતરમાં દશામાં વ્રત પૂર્ણ થતાં દશામાંના ભક્તો દ્વારા દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.
જેમાં મુક્તેશ્વર ખાતે સરસ્વતી નદીના તટ પર
બાંધવામાં આવેલા મુક્તેશ્વર ડેમમાં દશામાંની અવદશા થવા પામી છે જેના કારણે મુક્તેશ્વર આવતી ધર્મપ્રેમી જનતાની પણ લાગણીઓ દુભાઈ રહી છે. દશામાંના ભક્તો દ્વારા વ્રતના સમયે માટીની મૂર્તિઓની જગ્યાએ પ્લાસ્ટીક ઓફ
પેરીસની મૂર્તિઓ લાવીને વ્રત
પૂર્ણ થયા બાદ આ મૂર્તિઓનું વિસર્જન પાણીમાં કરાઇ રહ્યું છે.
પ્લાસ્ટીક ઓફ પેરીસની હોવાથી લાંબા સમય થવા છતાં પાણીમાં ઓગળતી નથી જેના કારણે કેટલીક મૂર્તિઓ ખંડીત બની રહી છે. દશામાના ભક્તો દ્વારા દશામાંને જ કાદવ કીચડ માં આડેધડ વિસર્જન કરાતાં દશામાંની અવદશા થવા પામી છે.જેના કારણે ધર્મપ્રેમી જનતાની લાગણીને પણ ભારે ઠેસ પહોંચી રહી છે. આડેધડ કરાયેલ મૂર્તિઓના વિસર્જનથી ડેમ પણ ગંદકીમાં ફેરવાયો છે.જે મુક્તેશ્વર ડેમના એક પણ કર્મચારીઓની નજરે ન આવતાં તંત્ર સામે પણ ધર્મપ્રેમી જનતા માં રોષ પ્રગટ થઇ રહ્યો છે.
આ પવિત્રધામમાં મુક્તેશ્વર ડેમની અને દશામાંની અવદશા જોઇને લોકોમાં મોકેશ્વર સિંચાઇના અધિકારી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

Download Our B K News Today App



Related News