પર્યાવરણ બચાવવા આટલું તો કરી જ શકાય માટીની જ દશામાં ની મુર્તિની ઘરમાં સ્થાપના કરી પૂજા કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-19 11:59:17
  • Views : 1380
  • Modified Date : 2020-07-19 11:59:17

શ્રાવણ માસને હિન્દુઓના
પવિત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આગામી બે દિવસમાં શ્રાવણ માસ શરૂ થશે. જેનો  પ્રથમ દિવસ દિવાસો તરીકે ઓળખાય છે. આ દિવસે દશામાની મૂર્તિ લાવી લોકો ઘરે સ્થાપના કરી અને દસ દિવસ પૂજા -પાઠ કરતા હોય છે. જોકે  જે પણ ભક્તજનો પૂજાપાઠ કરે છે. તેમને પીઓપીની મૂર્તિની સ્થાપના  બદલે માટીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. જેથી પર્યાવરણને પણ બચાવી શકાય. અને દર વર્ષે પીઓપીની મૂર્તિ નદી- તળાવમાં જ્યારે વિસર્જન થતી હોય તે બાદ તે ઓગળતી નથી. અને જેમની તેમ પડી રહે છે. જેથી લોકોને
 આસ્થાને પણ ભારે ઠેસ પહોંચે છે.  આ વર્ષે  કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે  નદી તળાવ કાંઠે મૂર્તિ વિસર્જન કરતી વખતે લોકોની ભીડ ન થાય અને લોકોના આરોગ્યને કોઈ હાની ન પહોંચે તે માટે જો માટીની મૂર્તિની સ્થાપના કરી હોય તો ઘરે જ તુલસીના ક્યારામાં કે વૃક્ષમાં કે છોડમાં તેનું વિસર્જન કરી શકાય. અને
પર્યાવરણને પણ બચાવી શકાય .

Download Our B K News Today App



Related News