સમઢીયાળામાં બે દલિત ભાઈઓની હત્યા:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-14 16:17:33
  • Views : 112
  • Modified Date : 2023-07-14 16:17:33

સુરેન્દ્રનગરનાં સમઢીયાળામાં જૂથ અથડામણનો મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ તરફ ઘટનાનાં 40 કલાક બાદ પણ પરિવારે મૃતદેહનો સ્વીકાર નથી કર્યો. સિવિલ હોસ્પિટલમાં દલિત સમાજનાં ટોળા ઉમટ્યાં છે. નોંધનીય છે કે, હુમલાની ઘટનામાં સિવિલ હોસ્પિટલમાં પીડિતને સારવાર અપાઈ રહી છે. આ તરફ  SP અને કલેક્ટર સહિતનાં ઉચ્ચ અધિકારીની બેઠક પણ યોજાઇ હતી. નોંધનીય છે કે, જૂથ અથડામણમાં દલિત પરિવારનાં 2 ભાઈનાં મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામે જમીન બાબતે જૂથ અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે. હાલ સમઢીયાળા ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ચુડા તાલુકાના સમઢીયાળા ગામે પરમ દિવસે રાત્રે જમીન મુદ્દે 2 અલગ-અલગ જ્ઞાતિના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે બોલાચાલીમાં બંને પક્ષના લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને સામ સામે આવી ગયા હતા. મોડી રાત્રે બંને જૂથોએ તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે સામસામે હુમલો કર્યો હતો. સમઢીયાળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાતા ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ તરફ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા 7થી વધુ લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પ્રેમજી પરમાર અને મનુ પરમાર નામના આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુરેન્દ્રનગરનાં સમઢિયાળા ગામે જૂથ અથડામણ બાદ માહોલ ગરમાયો છે. આ તરફ ગઇકાલે દલિત સમાજનાં લોકો રસ્તા પર ઉતરી ગાંધી હોસ્પિટલ પાસે બસ બસ સ્ટેન્ડરનો રસ્તો બ્લોક કર્યો હતો. આ સાથે ન્યાયની માંગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.આ બાબતે રેન્જ IG  અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરનાં સમઢિયાળા ગામે હત્યાકાંડ કેસમાં SIT ની રચના કરાઈ છે. ત્યારે રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવે સમઢિયાળા ગામની મુલાકાત લીધી હતી. હત્યાકાંડને લઈને PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ છૂટે નહી તે માટે PP વકીલ પણ નિમવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર કેસની SIT તપાસ કરી રહી છે. સુરેન્દ્રનગરનાં સમઢીયાળા ગામમાં જમીન મુદ્દે જૂથ અથડામણ થતા 2 લોકોનાં મૃત્યું નિપજ્યા હતા. ત્યારે અથડામણની ઘટના બાદ શક્તિસિંહ ગોહિલે સુરેન્દ્રનગર પોલીસ પર આક્ષેપ કર્યા હતા. જેમાં તેઓએ ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળાઈ રહી છે. તેમજ પરિવાર વાવણી કરવા જાય ત્યારે માથાભારે લોકો ધમકીઓ આપે છે. તેમજ પીડિય પરિવારને પોલીસનું રક્ષણ ન મળ્યું. અનેક ધક્કા ખાધા બાદ પણ પોલીસે રક્ષણ આપ્યું ન હતું. 5  જુલાઈએ પરિવારે એસપીને સંબોધીને અરજી કરી હતી. જેમાં ગૃહમંત્રી અને સમાજ કલ્યાણ મંત્રાયલને પણ અરજી કરી હતી. તેમજ પરિવાર દ્વારા કલેક્ટર ઓફિસમાં પણ અરજી આપી હતી. તેમજ કલેક્ટરે અરજી પર સિક્કો માર્યો હતો.શક્તિસિંહે જણાવ્યું હતું કે, 26 જૂને DySP સહિતનાં લોકોને રજૂઆત કર્યાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. ગઈકાલે દલિત પરિવાર ટ્રેક્ટર લઈ પોતાનાં ખેતરમાં ગયો હતો. તે સમયે માથાભારે લોકો હથિયારો સાથે આવ્યા અને માર માર્યો હતો. ટ્રેક્ટરનાં ડ્રાયવરને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના માટે સરકાર જવાબદાર છે. તેમજ સાંજે સુરેન્દ્રનગર જવાનો છું. ત્યારે દલિત અત્યાચાર માટે સુરેન્દ્રનગર જીલ્લો સેન્સેટિવ જાહેર કરાયેલો છે.

Download Our B K News Today App



Related News