ત્રણ દીકરીના પિતાએ પત્નીને તગેડી મૂકી પ્રેમલગ્ન કર્યા, માતાએ અઢી વર્ષની બાળકીને પેટમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 11:08:51
  • Views : 305
  • Modified Date : 2020-10-09 11:08:51

  વડગામના મગરવાડાના વતની અને હાલ હારીજની અંબેશ્વર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ચેહરાભાઈ સોલંકીના લગ્ન ૧૨ વર્ષ પહેલાં પાલનપુરના જયાબેન સાથે થયા હતા. જેમને 3 દીકરીઓ પણ છે, પરંતુ મહેશભાઈને કાલેટ કૌશલબેન અબ્બાસભાઇ સાથે પ્રેમસંબંધો બંધાતાં બન્ને ભાગી ગયાં હતાં. છ મહિના બાદ બન્ને મળી આવતાં પતિએ જયાબેનનો અસ્વીકાર કર્યો હતો. તેમની ત્રણે પુત્રીઓ પિતાને પાલન કરવા સોંપી હતી. જ્યાં ૧૮ ફેબ્રુઆરીના રોજ સૌથી નાની અઢી વર્ષની દીકરી હેનીલ ઘોડિયામાં શૌચ કરી જતાં સાવકી માતા કૌશરબેને મોટી બન્ને દીકરી જોડે સફાઇ કરાવી. બન્નેને એક રૂમમાં પૂરીને નાની હેનીલને વેલણ અને ચંપલથી માર માર્યો હતો. તેમજ તેના પેટ પર જોરથી લાત મારતાં તે દીવાલ સાથે અથડાઈ હતી અને માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત તેનું નીપજ્યું હતું. છ માસના બનાવ બાદ હારીજ પોલીસે પીએમ રિપોર્ટ આધારે બાળકીની સાવકી માતા અને પિતા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    ત્રણ વર્ષ પહેલાં પાટણ તાલુકાના બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી કે રમેશજી લક્ષ્મણજી ઠાકોર અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો કે અંજલિ મારી દીકરી નથી. પતિ રમેશજી લક્ષ્મણજી ઠાકોર ઘરે ગયો હતો અને શાળા જવા નીકળેલી દીકરી અંજલિને સાઇકલ પર બેસાડી કૂવા પર જવાનું કહી લઈને નીકળ્યો હતો. જેણે રસ્તામાં દીકરીને ધારિયાથી ગરદન કાપી મારી નાખી. મારા દીકરાને પણ કદાચ તેણે મારી નાખ્યો હશે તેવી આશંકા દર્શાવી હતી.

  સિદ્ધપુરના સનનગરમાં રહેતા અને કોલેજમાં સિક્યોરિટીમાં નોકરી કરતા દશરથભાઈ વિઠ્ઠલભાઈ પટેલની દીકરી અંકિતા સિદ્ધપુર સિવિલમાં નર્સ હતી. તેણે ઊંઝાના પ્રતિક કાંતિલાલ પટેલ સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા અને તેની સાથે ગયા પછી ઘરે પાછી આવતાં ૯ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ સવારે સવા દસ કલાકના સુમારે દશરથભાઈએ તું કહ્યા વગર કેમ જતી રહી હતી અને કેમ લફરા કરે છે તેમ કહેતા અંકિતાએ તેને પ્રેમ હોઇ તેની સાથે જ જતી રહીશ એવું કહેતાં દશરથભાઈ ઉશ્કેરાઇ દીકરીનું ગળું દબાવ્યા પછી કટાર વડે તેના ગળાની નસ કાપી નાખી હતી. છેલ્લે પી.એમ રિપોર્ટ નીલ આવ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં મેં મારી બંને પુત્રીને આરોપી પાસેથી પાછી લઈ મારી પાસે રાખી લીધી હતી. દરમિયાન પાટણ એસ.પી.ને રજૂઆત કરતાં તેમણે પી.એમ રિપોર્ટ સહિતના કાગળો મગાવી તપાસ કરાવતાં રિપોર્ટમાં આંતરડાંમાં ઇજા હોવાનું સામે આવતાં બંને આરોપીઓ સામે ગુનો નોંધી મને ન્યાય અપાવ્યો છે."

Download Our B K News Today App



Related News