જામજોધપુરના બગધરા ગામની સીમ વિસ્તારમાં શ્રમિક યુવાનની હત્યા નીપજાવનાર ચાર આરોપીઓની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 17:27:26
  • Views : 34
  • Modified Date : 2025-03-11 17:27:26

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ વિસ્તારમાં એક પરપ્રાંતિય શ્રમિક યુવાન પર 8 થી 10 શખ્સોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી, જે હત્યાના બનાવવામાં પોલીસે ચાર હુમલાખોર આરોપીને અટકાયતમાં લઈ લીધા છે, જ્યારે અન્યની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

 જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ વિસ્તારમાં કરમશીભાઈ દામજીભાઈ અજુડીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મનીષ ઉર્ફે મંશારામ ગિલદાર નરગાવે નામના 33 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાન પર બગધરા સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં આઠથી દસ જેટલા શખ્સોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી.

 જે બનાવા અંગે જામજોધપુર પોલીસે શેઠ વડાલા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને હત્યા કેસમાં સંડોવાયેલા 10 આરોપીઓ પૈકીના ચાર આરોપી બગધરા ગામના પરબત પુંજાભાઈ રબારી, નારણ પુંજાભાઈ રબારી, રઘાભાઈ દેવાભાઈ રબારી અને બધાભાઈ બટુકભાઈ રબારીની અટકાયત કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News