ડીસા સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક હત્યા ભાઈએ પોતાના ભાઈની કરી ઘાતકી હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-07 13:10:05
  • Views : 497
  • Modified Date : 2021-08-07 13:10:05

     ડીસાના એપીએમસી માર્કેટની પાછળ આવેલ સ્કાય ઇન્ટરનેશનલ નજીક ભાઈએ પોતાના ભાઈને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી ઘાતકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ડીસા ખાતે ભાઈએ પોતાના ભાઈને ઘાતકી હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા એપીએમસી માર્કેટની પાછળ આવેલ સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલની નજીક છાપરામાં રહેતા પિન્ટુ ઉર્ફે રસિક સંપતભાઈ દેવીપૂજક ઉંમર ૨૧ તેની માતા અને એના ભાઈ સાથે છાપરુ વાળી રહેતા અનેકવાર નાની નાની બાબતોમાં રગજક થતી પરંતુ ગઈકાલે રાત્રે બને ભાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પિન્ટુ ઉર્ફે રસિક સંપતભાઈ દેવીપૂજકને તેના ભાઈએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારતા પીન્ટુ ઉર્ફે રસિક સંપતભાઈનું વધુ પડતું માથાના ભાગે લોહી નીકળતા પિન્ટુ ઉર્ફે રસિકનું  મોત થયું હતું. હૈયે પોતાના ભાઈની ઘાતકી હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ડીસા દક્ષિણ પોલીસે પોતાના ભાઈની હત્યા કનાર ભાઈની અટકાય કરી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News