ધાનેરામાં ધોળા દિવસે ખેલાયો ખુની ખેલ : જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું બહાર આવ્યુ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 10:51:12
  • Views : 353
  • Modified Date : 2022-05-22 10:51:12

ધાનેરામાં ધોળા દિવસે ખેલાયો ખુની ખેલ : જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું બહાર આવ્યુ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

ધાનેરામાં નવા પોલિસ ઇસ્પેક્ટર આવ્યા પછી ગુન્ડા તત્વોમાં આઝાદી.

          ધાનેરાના કરગીલ હોટલ પાસે લોકોની ભીડમાં એક યુવક દ્વારા બીજા યુવક ઉપર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જાહેરમાં ચપ્પાના સાત જેટલા ઘા મારવામાં આવતા યુવક ઢળી પડ્યો હતો અને ત્યાં ઉબેલ લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી પરંતુ કેટલાક લોકોએ આ મારનાર યુવકને પકડી ઇજાગ્રસ્તને સરકારી હોસપીટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

         ધાનેરામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા પોલિસ ઇસ્પેક્ટર આવ્યા પછી લુખ્ખા તત્ત્વો બેફામ બન્યા છે અને ખુલ્લામાં મારામારી કરવા લાગ્યા છે. ત્રણેક દિવસ પહેલા પણ ધોળા દિવસે ભરબજારમાં મારામારીના બનાવ બન્યા હતા અને શનિવારે સવારના ૧૧ વાગ્યાના સુમારે થરાદ ત્રણ રસ્તા પાસે આવેલ કારગીલ હોટલની બાજુમાં ધાનેરા તાલુકાના કુવારલા ગામના મસરુભાઇ ધરમાભાઇ રબારી ઉ.વર્ષ-૩૦ ઉભા હતા ત્યારે રાજસ્થાનના સાંચોર તાલુકાના સરણાઉ સાંકડ ગામનો નિલારામ જવાનારામ રબારી ઉ. ૩૫ આવીને અચાનક લોકોની ભીડમાં મસરુભાઇને ચપ્પાના ઘા મારવા લાગેલ અને જોતજોતામાં ૭ જેટલા ઘા મારેલ અને આ ઘટના જોઇને લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી પરંતુ કેટલાક લોકોએ આ મારવા આવેલ યુવકને પાછળથી પકડી લીધેલ અને ચપ્પુ તેના હાથમાં થી છીનવી લેવામાં આવેલ અને ઇજાગ્રસ્તને પ્રાઇવેટ વાહન મારફત ધાનેરાની સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવેલ પરંતુ તેની હાલત ગંભીર જણાતા પ્રાથમિક સારવાર આપી ને તેને પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ આ મારનાર યુવકને લોકોએ પોલિસને ફોન કર્યા પછી મેથીપાક ચખાડ્યો હતો અને અડધા કલાકે આવેલ પોલિસને સુપરત કરવામાં આવ્યો હતો. અને લોકોએ પોલિસ સામે પોતાનો બળવો પણ વ્યક્ત કર્યો હતો

Download Our B K News Today App



Related News