50 વર્ષની આંગણવાડી વર્કર સાથે ગેંગરેપ પછી હત્યા, ફેફસાં અને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 14:22:13
  • Views : 500
  • Modified Date : 2021-01-06 14:22:13

    ઉત્તર પ્રદેશના બદાયુમાં નિર્ભયા કાંડ જેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી સહાયકની ગેંગરેપ પછી હત્યા કરી દેવામાં આવી છે. મહિલાની ઉંમર 50 વર્ષ હતી. પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર ઘણી ગંભીર ઈજા જોવા મળી છે. પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. જોકે હજી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.પોસ્ટમોર્ટમમાં મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડના સળિયા જેવી કોઈ ભારે વસ્તુ પણ નાખવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ડાબો હાથ, ડાબો પગ, ડાબી સાઈડના ફેફસાં ઉપર પણ વજનદાર વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા જોવા મળી છે.

    ઘટના ઉધૈતી પોલીસ સ્ટેશનના એક વિસ્તારની છે. પીડિત પક્ષનું કહેવું છે કે, મહિલા રોજની જેમ રવિવારે પણ નજીકના ગામમાં મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. અહીં મંદિરના પુજારી, તેના એક શિષ્ય અને ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ કર્યું. ત્યારપછી મહિલાની હત્યા કરી દેવામાં આવી. મોડી રાતે પુજારી જીપથી આવ્યો અને દરવાજામાં મહિલાની લાશ નાખીને જતો રહ્યો. લાશ 18 કલાકપછી પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ પીડિત પક્ષનો આરોપ છે કે, ઉધૈતીના પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ સાંભળવામાં ન આવી. ઘટના સ્થળની મુલાકાત પણ ન લીધી. ઘટનાના અંદાજે 18 કલાક પછી સોમવારે બપોરે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. આ મામલે એસએસપી સંકલ્પ શર્માનું કહેવું છે કે, આરોપીઓની ધરપકડ કરવા 4 ટીમ બનાવવામાં આવી છે.

Download Our B K News Today App



Related News