મુનવ્વર ફારૂકી બન્યો 'લોક-અપ' નો વિજેતા! અનેક વિવાદો સાથે જોડાયેલું નામ, ગુજરાતનાં આ ગામ સાથે છે કનેક્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 11:53:33
  • Views : 294
  • Modified Date : 2022-05-08 11:53:33

 

લોક અપનાં વિજેતા રહ્યા મુનવ્વર ફારૂકી 

કંગના દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો શો 

મુનવ્વરને એકતા કપૂરનાં શોમાં મળ્યો રોલ 

 

લોક અપનાં વિજેતા રહ્યા મુનવ્વર ફારૂકી 

બોલિવુડ ક્વીન કંગના રનૌતનો વિવાદિત રિયાલિટી શો લોક અપ સમાપ્ત થઇ ચુક્યો છે. શોનાં વિજેતા સ્ટેન્ડ અપ કોમેડિયન કે જે ગુજરાતનાં જુનાગઢનાં છે તેવા મુનવ્વર ફારૂકી બન્યા છે. મુનવ્વર શોમાં 70 દિવસો સુધી જેલમાં રહ્યા હતા અને ત્યાર બાદ લોક અપની ટ્રોફી તેમણે પોતાને નામ કરી. ટ્રોફી સાથે મુનવ્વરને 20 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. એટલું નહીં, મુનવ્વરને એકતા કપૂરે શોમાં લીડ રોલ પણ મળ્યો છે. પ્રિન્સ નરુલા, પાયલ રોહતાગી, શિવમ શર્મા, અંજલી શર્મા અને અજામાને પાછળ છોડીને મુનાવ્વરે શો જીત્યો છે. 

 

મુનવ્વરને એકતા કપૂરનાં શોમાં મળ્યો રોલ 

મુનવ્વરને શોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. તેમના અને અંજલી અરોડા વચ્ચેના લવ એન્ગલને પણ ઘણું પસંદ કરવામાં આવ્યું. એટલું નહીં, બંનેનાં નામના હેશટેગ પણ ફેન્સે બનાવ્યા છે અને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરે છે. 

 

દર્શકો બીજી સીઝન માટે આતુર 

કંગનાનાં શોમાં બધા કન્ટેસ્ટંટે પોતાના ઘણા રહસ્યો ખોલ્યા હતા. જે વિષે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા. ખુદને સેવ કરવા માટે તેમણે પોતાના રહસ્યો ખોલ્યા હતા. શોની હોસ્ટ કંગના પણ કન્ટેસ્ટંટને ઠપકારતી જોવા મળી હતી અને સારું કામ કરવા પર તેમના વખાણ કરતી પણ જોવા મળી હતી. શોની પહેલી સીઝન એટલી સફળ રહી છે કે સૌ કોઈને હવે બીજી સીઝનની રાહ છે. 
 

 

Download Our B K News Today App



Related News