મુંબઇની ધીરૂભાઇ અંબાણી સ્કુલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-12 16:35:37
  • Views : 307
  • Modified Date : 2023-01-12 16:35:37

મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. મંગળવારે સ્કૂલને ધમકીભર્યો ફોન આવ્યો હતો. જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. આ ફોન કોલ બાદ શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. આ ફોન કૉલ પછી તરત જ, શાળા પ્રશાસને સ્થાનિક પોલીસને તેની જાણ કરી.

શાળાની ફરિયાદના આધારે, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફોન કરનાર સામે આઇપીસીની કલમ 505 (1) (બી) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. દરમિયાન, મુંબઈ પોલીસે કહ્યું કે તેઓએ કોલ કરનારને શોધી કાઢ્યો છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરશે. ગયા વર્ષે ઑક્ટોબરમાં રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલને ધમકીભર્યો કૉલ આવ્યો હતો જે દરમિયાન અજાણ્યા કૉલરે હૉસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.

Download Our B K News Today App



Related News