કુંભાસણ હાઇસ્કૂલ, કુંભાસણ ખાતે બહુવિધ સમારોહ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 12:12:00
  • Views : 216
  • Modified Date : 2022-03-14 12:12:00

કુંભાસણ હાઇસ્કૂલ, કુંભાસણ ખાતે બહુવિધ સમારોહ યોજાયો હતો

 

ધોરણ-10 અને 12નાં બાળકોનો દીક્ષાંત સમારંભ, ધો. 1થી 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ, વયનિવૃત્તિ વિદાય લઈ રહેલા બે શિક્ષકશ્રીઓ લાલસિંહ બી.પરમાર અને વિનોદભાઈ બી. રાવળનો વિદાય સમારંભ તથા ધારાસભ્ય મહેશભાઈ અે. પટેલની ગ્રાન્ટમાંથી બનેલ પાણીના ટાંકાની લોકાર્પણ વિધિ એમ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.

 

તા. 12 માર્ચ, 2022 ને શનિવારે કુંભાસણ કેળવણી મંડળ સંચાલિત કુંભાસણ હાઇસ્કૂલ ખાતે એક ખાસ સમારોહ યોજાયો હતો. સમારોહમાં ધોરણ-10 અને 12નાં બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થવા જઇ રહેલાં બાળકોનો દીક્ષાંત સમારંભ, ધો. 1થી 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ, વયનિવૃત્તિ વિદાય લઈ રહેલા બે શિક્ષકશ્રીઓ લાલસિંહ બી.પરમાર અને વિનોદભાઈ બી. રાવળનો વિદાય સમારંભ તથા ધારાસભ્ય મહેશભાઈ અે. પટેલ ની ગ્રાન્ટમાંથી બનેલ પાણીના ટાંકાની લોકાર્પણ વિધિ એમ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય મહેશભાઈ . પટેલ, મુખ્ય મહેમાનપદે ડાયેટ, પાલનપુરના પ્રાચાર્ય ડૉ. મોહનભાઈ નોગસ તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત સદસ્યા કમુબેન ડી. અંબાણી અને મોડાસા પ્રાંત અધિકારી વદનસિંહ બોડાણા ઉપસ્થિત રહ્યાં હતા. કેળવણી મંડળના પ્રમુખ કે. કે. પટેલ તથા મંત્રી શિવરામભાઈ પટેલ, કુંભાસણના અનેક ગ્રામ અગ્રણીઓ એવમ અન્ય કારોબારી સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્ય દીપકભાઈ જોષી અને સ્ટાફ દ્વારા સુચારુ આયોજન અને અમલીકરણ કરાયાં હતા. કાર્યક્રમના અંતે કુંભાસણ કેળવણી મંડળ સંલગ્ન બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક, . મા. વિદ્યાલય ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોને પણ ભોજન પિરસાયું હતુ.

Download Our B K News Today App



Related News