રામ મંદિર માટે મુલાયમની પુત્રવધૂએ રૂ. 11 લાખનું દાન આપ્યું, કહ્યું- પરિવારના નિર્ણય માટે હું જવાબદાર નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-20 14:42:25
  • Views : 338
  • Modified Date : 2021-02-20 14:42:25

    અયોધ્યામાં બનાવવામાં આવી રહેલા રામ મંદિર માટે હવે સપા સંરક્ષક મુલાયમ સિંહના પરિવાર તરફથી પણ દાન (સમર્પણ ભંડોળ) આપવામાં આવ્યું છે. મુલાયમની સૌથી નાની પુત્રવધૂ અપર્ણા યાદવે 11 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. અપર્ણાએ એવું પણ કહ્યું છે કે તેઓ ગત દિવસોમાં પોતાના પરિવાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો માટે તે પોતે જવાબદાર નથી.

    1990માં મુખ્યમંત્રી પદે રહેવા દરમિયાન મુલાયમ સિંહે કરસેવકો પર ગોળીઓ વરસાવી હતી. હાલમાં જ રામ મંદિર માટે દાન એકત્રિત કરવારાઓને દાનજીવી કહ્યું હતું. આ બાબતે અપર્ણાએ કહ્યું કે, 'નેતાજીના સમયમાં થયું હતું. તે માટે હું જવાબદાર નહીં. તેણે વધુમાં કહ્યું કે વીતેલો સમય ક્યારેય પણ ભવિષ્યની બરાબરી કરી શકતો નથી. આપણે વર્તમાન અને ભવિષ્યમાં છીએ. મે મારી ઇચ્છાથી દાન આપ્યું છે. હું મારા પરિવાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો માટે જવાબદારી ન લઈ શકું. મારુ માનવું છે કે આપણી આવનારી પેઢીઓ રામ ભક્ત હોવી જોઈએ.'અપર્ણાએ એવો પણ દાવો કર્યું છે કે આપણાં પૂર્વજોએ રામ જન્મભૂમિ માટે લડાઈ લડી. એવું પણ કહેવામા આવ્યું હતું કે ભગવાન રામ દેશના ચરિત્રને નક્કી કરે છે. દરેક ભારતીયની જવાબદારી છે કે તે પોતે આગળ આવે અને જેટલું પણ સંભવ હોય, એટલું મંદિર માટે દાન આપે.

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અવધ ક્ષેત્રના પ્રમુખ પ્રશાંત ભાટિયાએ જણાવ્યુ હતું કે અમે દરેક વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છીએ. તેમાં કોઈ પણ ધર્મ વચ્ચે આવી રહ્યો નથી. આ ભગવાનના ચરણોમાં સમર્પણ છે. આપણે ભગવાનને દાન નથી આપી શકતા. આ બધુ જ તેમનું જ છે. તેને દાન કહેવું તે યોગ્ય નથી.સમર્પણ ભંડોળ સંગ્રહ અભિયાનમાં હવે ડિજિટલ લેણ-દેણ નહીં થાય. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યુ હતું કે હવે ભંડોળના સંગ્રહ માટે UPI અને બારકોડનો ઉપયોગ નહીં થાય. આમાં ગડબડી મળવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી અનુસાર 1500 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. ચંપત રાયે જણાવ્યુ હતું કે દેશમાં સૌને અપીલ કરવામાં આવે છે કે લોકો ચાંદી ન આપે. તેની કોઈ જ જરૂર નથી.

    રામ મંદિર નિર્માણ માટે જન્મભૂમિ સ્થળ પર મંદિરના પાયાના ખોદકામનું કામ ચાલી રહયું છે. ગર્ભગૃહ સ્થાપ પર 400 ફુર લાંબા અને 250 ફૂટ પહોળા સ્થાન પર ખોદકામનું કરી ચાલી રહ્યું છે. અહીંયા લગભગ 20 ફૂટ સુધીની માટીને કાઢવામાં આવી છે. હવે ગર્ભગૃહ સ્થળ પરથી માટીને કાઢવા સાથે કાટમાળને પણ સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે. તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ફરી પરિસરમાં જ ઉપયોગ કરવામાં આવશે.

    શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડોકટર અનિલ મિશ્રાએ જણાવ્યુ કે ભગવાન શ્રીરામના જન્મસ્થળ સાથે દેશના કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. આ માટે ઘણા લોકોએ પોતાનું બલિદાન પણ આપ્યું છે.


Download Our B K News Today App



Related News