સેક્ટર ૨ અને ૨૧ માં કોવિડ ટેસ્ટ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા મેયર રીટાબેન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-23 10:43:30
  • Views : 320
  • Modified Date : 2020-11-23 10:43:30

કોરોના મહામારીને મ્હાત આપવાની લડતમાં ટેસ્ટ કરાવવા માટે જાગૃતિ બતાવી રહેલા નગરવાસીઓને કોવિડ ટેસ્ટ સેન્ટર પર મળતી સુવિધાઓની માહિતી મેળવવા રવિવારે રજાના દિવસે મેયર રીટાબેન પટેલ સેક્ટર ૨ના અર્બન હેલ્થ સેન્ટર અને સેક્ટર ૨૧માં કોવિડ ટેસ્ટ સેન્ટર પર પહોંચ્યા હતાં. બંન્ને સ્થળે તેમણે ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ પાસેથી જરૂરી માહિતી મેળવવાની સાથે ટેસ્ટ કરાવવા માટે આવેલા નગરવાસીઓ સાથે વાતચીત કરીને તેમને માર્ગદર્શન આપ્યું હતું. મેયરએ નાગરિકોને વધુ સાવધાની રાખવા માટે અપીલ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સામાજિક અંતર જાળવવા માટે આપવામાં આવેલા દો ગજકી દુરીના સુત્રનું પાલન કરવા, સાબુથી હાથ ધોવા અને સેનેટાઇઝ કરવા કહ્યું હતું. મેયરએ અનિવાર્ય હોય તો જ ઘરમાંથી બહાર નીકળવા તથા ઘર બહાર નીકળવા સમયે માસ્કનો ઉપયોગ અચૂક કરવા ઉપસ્થિત નાગરિકોને જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News