બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ વિજય નહેરાએ પાલનપુર અને ડીસા કોવિડ-૧૯ વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 11:12:53
  • Views : 373
  • Modified Date : 2021-03-26 11:12:53

કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠા જિલ્લાની વિશેષ કાળજી લઇ સચિવ કક્ષાના સિનિયર ઓફિસર અને જિલ્લાના પ્રભારી સચિવ વિજય નહેરાને જવાબદારી સોંપી છે ત્યારે પ્રભારી સચિવ વિજય નહેરાએ આજે
પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળા, ડીસા અર્બન હેલ્થ સેન્ટર અને ડીસા તાલુકાના માલગઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેક્શીન સેન્ટરની મુલાકાત લઇ વેક્શીનેશન સો ટકા પૂર્ણ કરવા જણાવ્યું હતું.            
પાલનપુર મુકામે પ્રભારી સચિવ વિજય નહેરાના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ સંદર્ભે અધિકારીઓ સાથે યોજાયેલ સમીક્ષા બેઠકમાં કોરોનાની જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ તથા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી મેળવી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં રહે તે માટે તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી હતી. કોવિડ-૧૯ અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની સચિવ વિજય નહેરાએ સરાહના કરતાં જણાવ્યું કે, બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના વડપણ હેઠળની ટીમે કોરોના સમયમાં ખુબ સરસ કામગીરી કરી છે. આગામી તા.૧ લી એપ્રિલ-૨૦૨૧ થી ૪૫ વર્ષ ઉપરના નારગિકોનું વેક્શિનેશન શરૂ થવાનું છે ત્યારે અત્યારથી માઇક્રોપ્લાનીંગ કરી તા.૧૦ એપ્રિલ સુધીમાં ૪૫ વર્ષ
ઉપરના તમામ નાગરિકોનું વેક્શિનેશન પૂર્ણ કરી વિવિધ કચેરીઓમાં કામ કરતા સરકારી અને આઉટસોર્સના કર્મચારીઓને પણ રસીકરણમાં આવરી લઇએ. જે સ્થળ પર વેક્શીન આપવામાં આવે છે તેની લોકોને અગાઉથી જાણ કરી એકપણ વ્યક્તિ વેક્શીનેશન લીધા વિના ન રહે તેવી રીતે કામગીરી કરીએ. તેમણે બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ કોવિડ હોસ્પીટલો સહિત બેડ, વેન્ટીલેટર, કોવિડ ટેસ્ટ અને રિપોર્ટનું પ્રમાણ વગેરે અંગે માહિતી મેળવી આર.ટી.
પી.સી.આર. રિપોર્ટ વધારવા પર ભાર મુક્યો હતો.
પાલનપુર અને ડીસા શહેરમાં ફરીથી ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે, જે લોકોને ઘરે ઘરે જઇ સારવાર આપે છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા,
પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. વી. વાળા, પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. દવે, પાલનપુર સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી, ર્ડા. એન. કે. ગર્ગ, ર્ડા. જીગ્નેશ હરીયાણી સહિત અધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News