ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરની રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઇએ મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-28 11:58:41
  • Views : 345
  • Modified Date : 2020-10-28 11:58:41

ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરની રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઇએ મુલાકાત લીધી હતી. તેમજ આયોગના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇએ મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ કમિશ્નર મનિષા ચંદ્રાની મુલાકાત લીધી હતી. મહિલાઓના વિવિધ પ્રશ્નો તેમજ યોજના બાબતે ચર્ચા-ર્વિમશ પણ કરી હતી.
સખી વન સ્ટોપની મુલાકાત દરમ્યાન ગાંધીનગર જિલ્લાના મહિલા અને બાળ અધિકારી નીતાબેન ગામીતે તેમને જણાવ્યું હતું કે, સખી-વનસ્ટોપ સેન્ટરનો હેતુ કોઇપણ પ્રકારથી હિંસાથી
પીડીત-શોષિત મહિલાને એકજ છત્રની તાત્કાલિક તમામ પ્રકારની સુવિધા જેવી કે, તબીબી સેવા,
પરામર્શ, પોલીસ સેવા, આશ્રય અને સંસ્થાકિય મદદ પુરી
પાડવાનો છે. સખી-વનસ્ટોપ સેન્ટર ગાંધીનગર દ્વારા જાન્યુઆરી-૨૦૨૦ થી ઓક્ટોબર- ૨૦૨૦ સુધી ઘરેલું હિંસા, રેપકેસ, માનસિક રીતે અસ્થિર મગજની, ગુમ થયેલ,
પોક્સો, જેવી વિવિધ પ્રકારની હિંસાથી પિડીત ૬૬ મહિલાઓને મદદ કરવામાં આવી છે. ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઇએ ગાંધીનગર ખાતે આવેલ સખી- વનસ્ટોપ સેન્ટરની મુલાકાત લઇ સેન્ટરની તમામ કામગીરી નિહાળી હતી. તેમજ કામગીરીની સમીક્ષા કરી યોજનાની માહિતી વધુમાં વધુ મહિલાઓ સુધી પહોચે તેવી રીતેપ્રચાર-પ્રસારની કામગીરી કરવા માટે પણ સૂચન કર્યું હતું.

Download Our B K News Today App



Related News