ગાંધીનગર ડીડીઓ દ્વારા ઝુંડાલ અને નાના ચિલોડાની મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-22 11:47:44
  • Views : 393
  • Modified Date : 2020-04-22 11:47:44

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે ઝુંડાલની દેવ પેરેડાઇસ અને નાના ચિલોડાના કિષ્ના બંગ્લોઝની મુલાકાત લીધી હતી.
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં આવેલી ઝુંડાલ રેવન્યુ સર્વે નંબરની દેવ પેરેડાઇસ સોસાયટી અને નાના ચિલોડા રેવન્યુ સર્વેમાં ક્રિષ્ના બંગ્લોઝ આવેલા છે. આ બન્ને જગ્યાની જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમ્યાન તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી, ગાંધીનગર જી.એ.ધાંધલીયા, મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુઘડ ડો.દિનેશ પટેલ અને બંને ગામના તલાટી કમ મંત્રી પણ જોડાયા હતા. આ મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીએ સોસાયટીના પ્રમુખ અને કમિટિ મેમ્બરને સોસાયટીમાં કડક રીતે લોકડાઉનનો અમલ થાય, સોસાયટીમાં બહારથી આવતા લોકોની અવરજવર રજીસ્ટરમાં નોંધ થાય તેમજ તમામ લોકોને હોમ ક્વોરોન્ટાઈન અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી. મેડિકલ ઓફિસર પાસેથી દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી, સંપર્કમાં આવેલ લોકો, દર્દીની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. હાઉસ ટુ હાઉસ આરોગ્ય વિષયક સર્વેની કામગીરીની સમીક્ષા કરી હતી. આ સોસાયટીઓમાં નિયમિતપણે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે અને સમગ્ર વિસ્તારને નિયમિત પણે સેનીટાઈઝ કરવામાં આવે તથા આ સોસાયટીને અનાજ કરિયાણાના શાકભાજી અને દૂધની વ્યવસ્થા સોસાયટીમાં અંદર જ તમામ આવશ્યક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે મુજબની વ્યવસ્થા ગોઠવવા માટે તલાટી કમ મંત્રીને ભારપૂર્વક જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી હતી.

Download Our B K News Today App



Related News