ગાંધીનગરનું મુક્તિધામ હવે ગાંધીનગર અમદાવાદ મુક્તિધામ બન્યું..!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 11:55:41
  • Views : 414
  • Modified Date : 2020-06-10 11:55:41

દેશમાં કોરોનાવાયરસે માઝા મૂકી છે ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે ત્યારે અન્ય બિમારીઓથી લઈને કોરોનાની બીમારીથી મૃત્યુ પામેલી બોડીને અગ્નિસંસ્કાર કરવા અમદાવાદ સ્મશાનગૃહમાં જગ્યા ન હોવાથી ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી રહી છે, ત્યારે આ બોડી રાત્રે, અથવા સવારે વહેલા ઝ્રદ્ગય્ ગેસની ભટ્ટી જે બોડીને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે, તેમાં મૂકવામાં આવી રહી છે, અમદાવાદમાં હોસ્પિટલો ચેક તેમ હવે સ્મશાનગૃહો પણ કોરોનાની બોડી માટે પેક થઈ ગયા છે.
ગાંધીનગર સ્મશાનગૃહ ખાતે સેવાભાવી એવા જીલુભા ધાંધલ દ્વારા માહિતી મળેલ તે મુજબ રોજબરોજ બે બોડી આવી રહી છે. અમદાવાદમાં કદાચ સમશાનગૃહમાં જગ્યા નહીં હોવાથી અને પેક હોવાથી અહીં બોડી મોકલી રહ્યા છે, ત્યારે જીલુભા ધાંધલ દ્વારા સ્મશાનનું મોનીટરીંગ કરી રહ્યા છે. સારામાં સારી સેવા અને ઉત્કૃષ્ટ ગુડવર્ક કરનારા જીલુભા પોતે કોરોનાવાયરસના પગલે પણ ડેઇલી સ્મશાનમાં સેવા કરવા જાય છે. ત્યારે કોરોનાવાયરસના પગલે હવે સ્મશાનમાં પણ ડાઘુઓની સંખ્યા ઘટી ગઈ હોય તેવું પણ જણાવ્યું છે. ગાંધીનગરનું મુક્તિધામ હવે ગાંધીનગર અમદાવાદ મુક્તિધામ બની ગયું છે.

Download Our B K News Today App



Related News