૨૦૧૫ અને ૧૭ની અતિવૃષ્ટિ પૂરથી અસરગ્રસ્ત થરાદ તાલુકાના ગામોને પુનઃવસન કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 11:43:16
  • Views : 320
  • Modified Date : 2021-03-27 11:43:16

થરાદના નાગલા ખાનપુર અને ડોડગામ આ ત્રણે ગામોને પુનરાવર્તન અને  ખેડૂતોના ખેતરોમાં ભરાતું  કેનાલનું
પાણી અને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે થરાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર અને કામગીરી ચાલુ કરાવવા રજૂઆત કરી હતી. જેમાં નાગલા ખાનપુર ડોડગામ આ ત્રણે  ગામમાં ૨૦૧૫ ની સાલ અને ૧૭ સાલ પુરાવતા આખું ગામ પણ ના ગરકાવ થઇ ગયું હતું. અને ખેડૂતોની  મોટાભાગની ખેતરો  પાણીમાં ગરકાવ થઇ ગયો હતા. અને ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ગામોની મુલાકાત લીધી અને ગામને પુનરાવર્તન કરવા માટે અને ખેતરોમાં ભરાતા કાયમી પાણીના નિકાલ માટે વચન આપ્યું હતું.  પરંતુ આ વચનને વર્ષો વીતી ગયા પણ હજુ સુધી નથી ગામને  પુનરાવર્તન કરવામાં આવ્યું કે, નથી ખેડૂતોને પોતાની  ખેતીની જમીન  પાણીનો નિકાલ આજ દિન સુધી નથી કરવામાં આવ્યો. ખેડૂતોને ખેતીલાયક જમીન આજે ૧૫૦.થી ૨૦૦  એકર જમીન સાર આવી ગયો છે. અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. નાગલા ગામના ખેડૂત દેવશીભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ ગામમાં પૂર આવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મુલાકાત લઇ અને ગામને
પુનરાવર્તન  કરવાની અને ખેડૂતોના ખેતરમાં ભરાતા
પાણીની કાયમી નિકાલ કરવાનું વચન આપ્યું હતું. પણ આજદિન સુધી આ ગામમાં અનેક મંત્રીઓ અધિકારીઓ આયા પરંતુ અમારા ગામની કોઈ હજી સુધી સમસ્યાનો હલ થઇ નથી જેને લઈને ખેડૂતોમાં  રોષ જાેવા મળ્યો હતો.
 આ ત્રણેય ગામના કાયમી પાણીના વરસાદી અને કેનાલના પાણીના કાયમી નિકાલ માટે નાગલા ગામના સરપંચ આખરે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા અને વધુમાં નાગલા ગામના સરપંચે જણાવ્યું હતું કે, અમારા ગામ માટે પાણીના અને પુનર્વસન  માટે અનેકવાર સરકારને રજૂઆત કરવા છતાં સરકારે અમારી રજૂઆત ના સાંભળતા નાછૂટકે કોર્ટના દરવાજા દ્વારે જવું પડ્યું છે. ત્યારે થરાદ ધારાસભ્ય રાજપૂતએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાગલા, ડોડગામ, ખાનપુર  ત્રણેય ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ ગામોને પુનઃ વસન કરવા જાહેરાત કરી હતી. પરંતુ આજ સુધી આ અંગે કોઈ કાર્યવાહી થયેલ નથી. આથી આ  રજૂઆત કરી નવા પુનઃ વસનની કામગીરી ચાલુ થાય તેવી માંગણી કરી છે.

Download Our B K News Today App



Related News