આદ્યશક્તિ અંબાજીના દર્શને વિજય રૂપાણી કોરોના સંકટમાંથી માનવજાતને પાર ઉતારવા મુખ્યમંત્રીની મનોકામના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-25 11:43:54
  • Views : 409
  • Modified Date : 2020-06-25 11:43:54

મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીએ વહેલી સવારે આદ્ય શકિત માં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન ૩ મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં
પહિંદવિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને સવારે જગદંબા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ લોકડાઉનની સ્થિતિ બાદ પ્રથમવાર અમદાવાદ ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆત માં આદ્યશકિત જગત જનનીના દર્શન અર્ચનથી કરી છે. તેમણે આદ્યશકિત માં અંબાજી સમગ્ર માનવ જાતને કોરોનાના આ સંકટમાંથી સલામત પાર ઉતારે તેવી મનોકામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી માં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના ધર્મપત્નિ અંજલીબહેન રૂપાણી, કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાગલે,
પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, વહીવટદાર એસ.જે.ચાવડા, આસી. કલેકટર પ્રશાંત જીલોવા, અગ્રણીઓ સર્વ બકુલેશભાઇ શુક્લ, સુનિલભાઇ બ્રહ્મભટ્ટ, દેવેન્દ્રભાઇ વ્યાસ, મૃગેશભાઇ, સુરેશભાઇ શુક્લ, મામલતદાર ચૌધરી અને વહીવટદાર કચેરીના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

Download Our B K News Today App



Related News