કોરોના સામે સહયોગ આપવા મુખ્યમંત્રીની અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 11:01:08
  • Views : 288
  • Modified Date : 2021-03-22 11:01:08

મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને  કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં સાવચેતી સલામતિ અને  સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે આ અગાઉ જ્યારે કોરોનાનો વ્યાપ વધ્યો ત્યારે સરકારના પગલાંઓ ઉપાયોને જનતા જનાર્દને સમર્થન અને સહયોગ આપીને રાજ્યમાં કોરોનાનું ઓછામાં ઓછું  સંક્રમણ થાય તેવી સ્થિતિ  સર્જી હતી.
હવે આ વખતે પણ ફરી સંક્રમણ દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ  વધ્યું છે ત્યારે  કેટલાક નિયંત્રણો સરકારે લાદવા પડ્યા છે તેને પણ ગુજરાતના સૌ નાગરિકો
વ્યાપક હિતમાં સમર્થન આપે તેવી અપીલ વિજયભાઈ
રૂપાણીએ કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેઈસ બુક માધ્યમથી રાજ્યના નાગરિકોને સંબોધન કરતા સાફ શબ્દોમાં કહ્યું કે, લોકોએ અફવાઓથી ગભરાવાની કોઈ જરૂર નથી. સૌ નાગરિકોને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એવો વિશ્વાસ આપ્યો કે રાજ્યમાં ફરીથી લોકડાઉન આવવાનું નથી જ કે કોરોનાને કારણે  સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ કરવાની નથી. રાજ્યના નાગરિકો ને એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના મુદ્દે સરકાર ખૂબ જ ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે.
એટલું જ નહીં કેસ કઈ રીતે ઘટાડવા અને નવા આવેલા કેસોની સતત ટ્રીટમેન્ટ થાય લોકો સાજા થઈ ને જલ્દી પાછા જાય તે માટે પણ  યોગ્ય કાર્યવાહી આ સરકાર કરી રહી છે. કોરોનાનું આ સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે સરકારે થોડાંક પગલાંઓ લેવાં પડ્યાં છે.  મહાનગરોમાં
શાળા-કોલેજાેમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું છે. તો ઓનલાઇન શિક્ષણ આપણે ચાલું જ રાખ્યું છે.
એક બાજુ રાજ્યમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે,
હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ્‌સ અને તમામ પ્રકારની જરૂરી દવાઓ ઉપલબ્ધ પણ કરાવી દેવામાં આવી છે.  બીજી બાજુ વેક્સિનેશનનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે, જાન ભી હૈ જ્હાન ભી હૈ એ મુજબ આપણે બધુ જ સંતુલન કરવાનું છે.
હવે નવું કોઈ લોકડાઉન થવાનું નથી, કોઈના
ધંધા-રોજગાર બંધ થવાના નથી. થોડા નિયંત્રણો સાથે રાબેતા મુજબ જ ચાલવાનું છે. કોઈએ કોઈપણ પ્રકારની અફવાઓ
પર વિશ્વાસ કરવાનો નથી કે ગભરાવાની બિલકુલ જરૂર નથી એ વાત તેમણે ભાર પૂર્વક દોહરાવી હતી.
અત્યારે કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આપણે ફરી એકવાર કડક પગલા લીધા છે, જ્યારે કેસોમાં ઘટાડો થશે એટલે પાછું બધુ રાબેતા મુજબ ચાલું થઇ જશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.   વિજયભાઇ
રૂપાણીએ જણાવ્યું કે, માસ્કના દંડ ના પૈસા રૂપિયામાં સરકારને કોઇ રસ નથી.  આપણે તો માસ્ક ન પહેરનારા લોકો   
પાસેથી હાઇકોર્ટના આદેશ
રૂપિયા ૧૦૦૦ દંડ લઇ રહ્યા છીએ.
વિજયભાઈ રૂપાણીએ સૌને એવી અપીલ પણ કરી કે રાજ્યમાં કોઈને માસ્ક ના
પહેરવા નો દંડ જ ન ભરવો પડે એવી સ્થિતિ આપણે સૌ ઊભી કરીએ.  પહેલા જેવી સંયમ અને સાવચેતી રાખી છે એવી જ અત્યારે ફરી એકવાર સાવચેતી અને સંયમ રાખવાની જરૂર છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, સેનિટાઈઝરનો વારંવાર
ઉપયોગ કરીએ અને વેક્સિનેશનમાં જ્યારે આપણો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇએ. એટલું જ નહિ બિનજરૂરી ઘરની બહાર ન નીકળીએ અને ટોળામાં ભેગા થવાનું ટાળીએ. આ બધા નિયમો અને થોડીક સાવધાનીથી આપણે ફરીથી કોરોનાને હરાવી ને કોરોના હારશે ગુજરાત જીતશે  ને સાકાર કરીશું એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

Download Our B K News Today App



Related News