કોરોના વાયરસની મહામારી વચ્ચે ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તમાં ખેતીના કર્યા શ્રીગણેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-15 11:39:17
  • Views : 259
  • Modified Date : 2021-05-15 11:39:17

     બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે દર વર્ષે ખેડૂતો પોતાના ખેતરમાં શુભ મુહૂર્તમાં પોતાના ખેતીની શરૂઆત કરે છે આમ તો બનાસકાંઠા જિલ્લાને અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ખેતીક્ષેત્રે ખેડૂતો આગળ વધી રહ્યા છે તે પ્રમાણે હાલ બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને દુનિયામાં રોશન થઇ રહી છે આજે પણ ભારત દેશમાં મોટાભાગના ખેડૂતો ખેતીમાં સૌથી વધુ આવક મેળવતા બનાસકાંઠા જિલ્લામાં છે જેનું કારણ છે કે હાલમાં દિવસેને દિવસે જે પ્રમાણે ખેતીક્ષેત્રે ટેકનોલોજી જોવા મળી રહી છે તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો નવી ટેકનોલોજી અપનાવી અને ખેતી ક્ષેત્રે દિવસેને દિવસે આગળ વધી રહ્યા છે જેના કારણે હાલ ખેતીમાં તેઓ સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.

     અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખેતી મુહૂર્ત કરવાનો અનેરો ઉત્તમ દિવસ . અખાત્રીજના દિવસે બનાસકાંઠા ના ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા, વાજતે ગાતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજે પહેલા ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું. પરંતુ ખેતી ની પદ્ધતિ પણ આધુનિક બનતાં હળ-બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું.બહેનોએ ધરતી માતાની પૂજા કરી બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચયા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી , ધરતી માતા અને ખેતીના ઓઝારોની આરતી કરવામાં આવી હતી. અને કોરોના મહામારી નો જલ્દી અંત આવે અને આવનારું વર્ષ ખુબજ સારું જાયખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતીખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા-રાખવા માટે પણ અખાત્રીજ ના દિવસ ને શુભ માનવામાં આવે છે.

     પહેલા ખેડૂતો હળ થી ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનો થી ખેતી કરતા અખાત્રીજ ના દિવસે આધુનિક ઓજારો ની પૂજા કરવામાં આવે છે આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે તેહજીબ પણ બદલાવવા માંડી છે ત્યારે અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓઝારોની કરવામાં આવતી પૂજાની પરંપરા આજે પણ અકબંદ છે.

Download Our B K News Today App



Related News