ડીસાના વેપારીએ પોતાની દુકાનનું મૂહુર્ત સફાઈ કામદારો જોડે કરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-01 12:12:48
  • Views : 1465
  • Modified Date : 2019-08-01 12:12:48

ડીસામાં  એક વેપારીએ
પોતાના દુકાનનું મૂહુર્ત જે આપણા શહેરને સ્વચ્છ રાખે છે તેવા સફાઈ કામદારોના  હસ્તે કરાવ્યું હતું. ડીસા નગરપાલિકામાં વર્ગ-૪ના કર્મચારીઓના હસ્તે આ મૂહુર્ત થતા પ્રથમવાર તેમના ચેહરા પર ખુશી જોવા મળી હતી.
ભારત દેશ જ્યારથી આઝાદ થયો છે ત્યારથી આપણા દેશને સ્વચ્છ રાખવાનું કામ સફાઈ કામદારો કરે છે. સવારે
આપણે વહેલા ઉઠીએ કે ના ઉઠીએ, સફાઈ કામદારો સવારે વહેલા ઉઠીને આપણા શહેરને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરી દે છે. જ્યારે સવારે આપણે ઉઠીએ ત્યારે આપનો વિસ્તાર સ્વચ્છ થઈ ગયો હોય તે સફાઈ કામદારોના કારણે જ થાય છે. ત્યારે ડીસાના એક વેપારી કે જેમનું નામ છે અમરતભાઈ કચ્છવા.
નાનપણથી જ લોકોની સેવા કરવાની ભાવના રાખતા અમરતભાઈ કચ્છવા દ્વારા બુધવારે તેમની નવી દુકાનની શરૂઆત કરવા જતાં પહેલાં તેમના મનમાં વિચાર આવ્યો કે મારે મારી દુકાનની શરૂઆત મારા શહેરને સ્વચ્છ રાખનારાઓના હસ્તે કરાવવું છે. ત્યારે ડીસા નગરપાલિકા ખાતે ડીસા શહેરને સ્વચ્છ રાખનાર વર્ગ-૪ ના કર્મચારીઓને સાડી આપી
પોતાની દુકાનની શરૂઆત કરી હતી. પહેલી વાર
પોતાના હસ્તે ડીસાના વેપારી દ્વારા દુકાનની શરૂઆત થતા તેમના ચેહરા પર ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે અમરતભાઈ કચ્છવાએ જણાવ્યું હતું કે હવેથી કોઈ પણ અનાથ દીકરી કે જેના માતા પિતા ન હોય તેવી દીકરીઓ પોતાના લગ્ન પ્રસંગે મારી દુકાનેથી પાંચ સાડીઓ, લગ્નનું પાનેતર અને એક બેગ ગમે ત્યારે લઈ જવાની જાહેરાત કરી હતી.
આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News