ગાંધીનગર સાઈબર ક્રાઈમનો અરવલ્લીમાં સપાટો ક્રિકેટના સટ્ટાની પ્રવૃતિ કરતા ૪ ઈસમોને રૂ. ૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-28 11:55:13
  • Views : 322
  • Modified Date : 2020-10-28 11:55:13

સાઈબર ક્રાઈમ પોલીસ ગાંધીનગર દ્વારા અરવલ્લી ખાતે ક્રિકેટ પર સટ્ટો રમાતા ચાર ઈસમોને રંગેહાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. ૫ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઈસમો એક ખાસ પ્રકારની એપ્લીકેશન દ્વારા ક્રિકેટના સટ્ટાની પ્રવૃતિ ઘણા સમયથી ચલાવતા હતા. પોલીસે આ તમામ વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સાઈબર ક્રાઈમ પોલીસ ગાંધીનગર દ્વારા મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભુતાવડ ખાતે મોટા પાયે ઓનલાઈન ક્રિકેટના સટ્ટાની પ્રવૃતિ મોટા પાયે ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીને આધારે ગાંધીનગર સાઈબર ક્રાઈમ
પોલીસ સ્ટેશનના પોલીસ
ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી. ડી. રહેવર, પીએસઆઈ એન. બી. ચૌધરી તથા સ્ટાફના માણસોએ વોચ ગોઠવી ખાનગી રાહે તપાસ શરૂ કરી દીધી હતી.  આ તપાસ દરમિયાન સાઈબર ક્રાઈમની ટીમે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે મીતેન  રમેશ
પરમાર પોતાના રહેણાંક મકાનમાં આઈપીએલ ટી-૨૦ ક્રિકેટનો સટ્ટો રમતો અને રમાડતો હોવાની જાણ થતાં તેને તથા તેની સાથે અર્જુન વિશ્વંભર શકારામ નાદર તથા આશિષ પુષ્પકર નટવરલાલ ભટ્ટ અને કિશોર મનસુખલાલ શાહને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ૧૨ મોબાઈલ, રોકડ રકમ ૧૩ હજાર,  હિસાબ માટે રાખેલ નોટ બુક ૪, લેપટોપ મારૂતિ અર્ટિગા કાર મળી કૂલ રૂ. ૫૪૬૯૮૫/- નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.

Download Our B K News Today App



Related News