ડીસાના કાંટ તળાવમાં ગેરકાયદેસર ખનન કરતા રૂ. ૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:13:17
  • Views : 432
  • Modified Date : 2020-07-28 11:13:17

બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર રાત્રિના સમયે કાંટ ગામના તળાવમાંથી ગેરકાયદેસર રેતી ની તસ્કરી કરતા તત્વોને ગ્રામજનોએ ઝડપી પાડયા છે. ભૂસ્તર વિભાગે બે ડમ્પર અને એક હિટાચી મશીન સહિત રૂ. ૮૦/- લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં  છેલ્લા ઘણા સમયથી  ભૂમાફિયાઓ   
પૈસા કમાવાની લ્હાયમાં નદીનું આડેધડ  ખોદકામ કરી  રોયલ્ટી વગર  માટીનો મોટું કૌભાંડ કરી રહ્યા છે. ત્યારે  આ બાબતે  ભૂસ્તર વિભાગ દ્વારા  અનેકવાર આવા લોકોને પકડી  અને કાયદેસરની કાર્યવાહી કરી છે તેમ છતાં આવા ભૂમાફિયાઓ જાણે ભૂસ્તર વિભાગથી ડર ન હોય તેમ આડેધડ માટી વેચવાનું કૌભાંડ કરી રહ્યા છે. બનાસ નદીની રેતીનો કૌભાંડ કરતા હતા ત્યાં સુધી તો  ઠીક છે પરંતુ હવે તો  આવા ભૂમાફિયાઓ  ગામમાં આવેલ  તળાવ માં પ્રવેશ કર્યો છે.  ડીસાના તાલુકાના કાંટ ગામમાંથી રાત્રિના સમયે તળાવમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાત્રિના સમયે ગામના તળાવમાંથી છેલ્લા એક અઠવાડિયાથી ગેરકાયદેસર રેતી ની તસ્કરી થતી હતી. જે અંગે માલુમ પડતા ગામના જાગૃત લોકોએ વોચ ગોઠવી હતી અને રાત્રીના સમયે જ્યારે એક હિટાચી મશીન અને બે ડમ્પર રેતી ભરવા માટે તળાવમાં આવ્યા ત્યારે લોકોએ તેને
ઝડપી પાડયા હતા. ઝડપાયેલા ડમ્પર ચાલકોને પૂછતા તેમની પાસે કોઈ જ પ્રકારની
પરવાનગી ન હોવાનું
સ્વીકારતા ગ્રામજનોએ તંત્રને જાણ કરી હતી.જેથી ડીસા તાલુકા પોલીસ અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગે બે ડમ્પર અને ૧ હિટાચી મશીન સહિત અંદાજે ૮૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને
ડમ્પર માલિકો સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News