ચોમાસામાં વધશે મ્યુકર્મામાઇકોસિસ, આવું માસ્ક હશે તો ખતરો વધારે : GTUના દાવાએ ટેન્શન વધાર્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-26 15:46:57
  • Views : 667
  • Modified Date : 2021-05-26 15:46:57

        ગુજરાતમાં કોરોના વાયરસ બાદ હવે મ્યુકર્મામાઇકોસિસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસના કારણે જે દર્દીઓ પીડાઈ રહ્યા હતા તેમનામાં જ આ બીમારી વધારે દેખાઈ રહી છે ત્યારે આ બીમારીને લઈને GTUના ફાર્મસી વિભાગના વડા દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. GTU ફાર્મસી વિભાગના વડા સંજય ચૌહાણે દાવો કર્યો છે કે ચોમાસામાં આ બીમારીમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં મ્યુકર્મામાઇકોસિસના કેસ વધવાની આશંકા છે તથા ભીનું માસ્ક સતત પહેરી રાખવુંએ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 

        સંજય ચૌહાણે કહ્યું કે જે માસ્ક પહેરવામાં આવે તે જૉ પરસેવાના લીધે ભીનું થઈ જાય અને ભીનું માસ્ક જૉ સતત પહેરી રાખવામાં આવે તો ફંગલ ઇન્ફેકશન થવાની શક્યતા પણ રહે છે. જૉ માસ્ક ભીનું થઈ જાય તો તેને બદલી નાંખવું જોઈએ તથા દિવસમાં ત્રણ ચાર માસ્ક સાથે રાખીને પહેરવા જોઈએ. આ સિવાય ડબલ માસ્ક જરૂરી છે જેથી ઇન્ફેકશનને રોકી શકાય. તથા ચોમાસામાં ફંગસ વધવાનો ખૂબ ખતરો છે તેથી ચોમાસામાં ખૂબ ધ્યાન રાખવું.  નોંધનીય છે કે ગુજરાતમાં બ્લેક ફંગસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે જૉ ચોમાસામાં કેસ વધે તો તે ખરેખર ચિંતાજનક કહી શકાય, કારણ કે આ બીમારીમાં ઘણા બધા લોકોના અંગ કાપી નાંખવાનો વારો આવ્યો છે તથા તેની સારવાર પણ ખૂબ જ મોંઘી છે.

     

Download Our B K News Today App



Related News