મુંબઇમાં હજુ પણ અતિ ભારે વરસાદની ચેતવણી અકબંધમુંબઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-04 14:27:35
  • Views : 461
  • Modified Date : 2019-07-04 14:27:35

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં અતિ ભારે વરસાદ બાદ Âસ્થતી હજુ પણ સંપૂર્ણપણે સુધરી નથી ત્યારે ફરી એકવાર આવતીકાલે ગુરૂવારના દિવસે અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આની સાથે જ તંત્ર સાબદુ થઇ ગયુ છે. મુંબઇમાં ચાર દિવસના ગાળામાં ૩૧ ઇંચથી વધારે વરસાદ થતા જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ ગઇ છે. નીચાણવાળા વિસ્તારમાં તો હજુ પાણી ભરાયેલા છે અને લોકો મુશ્કેલી ઉઠાવી રહ્યા છે. છેલ્લાં ૪૪ વર્ષમાં આવો જારદાર વરસાદ થયો છે. મહારાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદ થઇ શકે છે. સ્કાયમેટના કહેવા મુજબ છેલ્લા ચાર દિવસના ગાળા દરમિયાન મુંબઇમાં ૭૯૫ મીમી વરસાદ એટલે કે ૩૧ ઇંચથી વધારે વરસાદ થઇ ગયો છે. મુંબઇમાં આવતીકાલે ચોથી જુલાઇના દિવસે ચાર ઇંચ સુધીનો વરસાદ થઇ શકે છે. મુંબઇ માટે હાઇ ટાઇડની ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઇના જુદા જુદા ભાગોમાં હળવા ઝાપટા જારી રહ્યા છે. બીજી બાજુ વરસાદ સંબંધિત ઘટનાઓ બનવાનો સિલસિલો જારી રહ્યો છે. મુંબઇમાં છેલ્લાં કેટલાક દશકોમાં સૌથી વધારે વરસાદ થયો છે. પુણે અને મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે દિવાળ ધસી પડવાની જુદી જુદી ઘટનામાં ૩૬થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં તો પાંચથી છ ફુટ સુધીના પાણી ભરાઇ ગયા હતા. જા કે તંત્રના પગલાના લીધે પાણી ઉતરી રહ્યા છે. જનજીવન સામાન્ય કરવાના પ્રયાસ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.


Download Our B K News Today App



Related News