ચંડીસર માં ઝાડીમાં વૃક્ષ ઉપર લટકેલ યુવક નો મૃતદેહ મળતાં ચકચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 14:43:01
  • Views : 1168
  • Modified Date : 2020-06-18 14:47:07

પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે આજે વહેલી સવારે ભીલવાસ પાણીની ટાંકાની સામે આવેલી ઝાડીમાં બોરડીના વૃક્ષ ઉપર એક યુવક ની લાશ લટકતી જોવા મળી હતી.જે અંગે ની તપાસ કરતાં ચંડીસર ખાતે રહેતા ઈશ્વરભા઼ઈ રાજાભાઈ માજીરાણાના પુત્ર દિનેશની લાશ હોવાનુ માલુમ પડતાં તેના પરિવારજનો ઘટના સ્થળે જઈ ગઢ પોલીસને જાણ કરી હતી.ગઢ પોલીસ ઘટના સ્થળે આવી ને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી . સમગ્ર બનાવની હકીકત એવી છે કે ચંડીસર ખાતે રહેતા ઈશ્વરભાઈ રાજાભાઈ માજીરાણા ને ચાર સંતાન છે અને તેમાં તેમનો મોટોદિકરો દિનેશ રાત્રીના પાલનપુર હાઈવે પર બાદરપુરા અને ચંડીસર વચ્ચે આવેલી કાગળની મીલમાં નોકરી પર ગયેલ હતો અને સવારમાં ઉઠીને જોતા તે ઘરે પરત આવેલ  જણાતાં તેના પિતાએ તેમના ભાઈને જાણ કરી હતી તેથી તેઓ તેની શોધખોળ કરતા હતા તે દરમિયાન ગામલોકો દ્રારા જાણવા મળેલ કે ચંડીસર ભીલવાસ નજીક પાણીના ટાંકા સામે આવેલ ઝાડીમાં કોઈની લાશ લટકે છે તેથી તેના પિતા અને પરિવારજનો ત્યાં જઈને તપાસ કરતાં દિનેશે તેના પહેરેલા શર્ટથી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો

Download Our B K News Today App



Related News