પાલનપુરના તાજપુરા વિસ્તારમાં બે બાળકોની માતાનો મૃતદેહ ઘરમાંથી મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 12:04:44
  • Views : 341
  • Modified Date : 2020-02-16 12:04:44

પાલનપુરના તાજપુરા વિસ્તારમાં પરણિત મહિલાએ આત્મહત્યા કરી લેતાં બે બાળકોએ માતાની મમતા ઘુમાવી છે. ઘરમાંથી પરણિત મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરણિત મહિલા લલીતા ઘરે બેસી મસાલાના પાઉચ પેકીંગ કરતી હતી તો પતિ નરેશ કલર કામની મજૂરી કરી ઘરનું ગુજરાન ચાલતું હતું. લગ્ન જીવન દરમિયાન સાત વર્ષનો બાળક અભિષેક અને રાધિકા નામની ૫ વર્ષની બાળકી  પણ છે જોકે અચાનક લલિતાબેનનો પોતાના જ ઘરમાંથી મૃતદેહ મળતાં ગરીબ પરિવાર પર આભ તૂટી
પડ્‌યું હતું. શાળાએથી બાળકો ઘરે આવતા ઘરનો મુખ્ય઼ દરવાજો બંધ જોતા લલિતાની જેઠાણીને બોલાવતા દરવાજો ખોલી જોતા લલિતા નીચે પડેલી હતી જે જોતા બાળકોએ માતાને જગાડવા પ્રયત્ન કરતાં માતા ના જાગતાં બાળકો ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. વાતની જાણ પરિવાર અને લલિતાના પતિ નરેશને કરાતાં તાબડતોબ ઘરે
પહોંચ્યો હતો. જ્યાં લલિતા ઘરમાં મૃત હાલતમાં પડી હતી
પત્નિની લાશ જોતા પતિના પગ નીચેથી પણ માનો જમીન ખસી ગઈ હોય એમ ભાંગી પડયો હતો જોકે પરિવારના અન્ય સભ્યો અને આડોશ પાડોશી પણ ઘરે
 પહોંચી સ્થતી જોતા તાત્કાલિક પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરાઈ હતી. પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.એચ.આઈ. ચૌધરી સાથે પોલીસ ત્યાં પહોંચી લાશનો કબ્જો મેળવ્યો હતો. જોકે સમગ્ર મામલે પોલીસને
પૂછતાં પોલીસે આત્મહત્યાનું પ્રથમ તારણ કાઢી લાશને
પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
ખુશી ખુશી જીવતા  ગરીબ પરિવારને કોણી નજર લાગી  છે કહેવું ખુબજ અઘરું છે.
આસપાસના રહીશોનું કહેવું છે કે પતિ પત્નિ હર્ષભેર જીવન વ્યતીત કરતાં હતાં. જો
પાડોશીઓનું સાચું માનીએ તો આત્મહત્યા કરવાનું કોઈજ કારણ નજર નથી આવી રહ્યું. ત્યારે લલિતાએ આ પગલું કેમ ભર્યું હશે એ સવાલો છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં લલિતાએ આત્મહત્યા કરી હોવાનું કે એની હત્યા થઈ છે એ પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.


Download Our B K News Today App



Related News