થરાદ નર્મદા નહેર નજીકથી મૃતદેહ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-21 11:47:58
  • Views : 785
  • Modified Date : 2020-04-21 11:47:58

રવિવારે સાંજે યુવકે કેનાલ પાસે ગાડી ઉભી રાખી ત્યારબાદ અચાનક કેનાલમાં ઝંપલાવ્યું હતુ. ત્યારબાદ  આજુબાજુના સ્થાનિક લોકોએ થરાદ
નગરપાલિકાને જાણ કરતા સુલતાન મીર ઘટનાસ્થળે દોડી જઈ કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે રવિવારે મોડી રાત સુધી યુવકની લાશ મળી ન હતી. શોધખોળ ચાલુ રખાતા સોમવારે વહેલી સવારે થરાદના નાગલા નજીકની કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી મૃતદેહને થરાદ રેફરલમાં પી.એમ. અર્થે ખસેડયો હતો. પરંતુ હજી સુધી મૃતદેહની ઓળખાણ થઈ ન હતી.

Download Our B K News Today App



Related News