ડીસાના રાજપુરથી ભોપાનગર જવાના રોડ ઉપરથી મૃત ભ્રુણ મળતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 11:04:51
  • Views : 393
  • Modified Date : 2021-01-07 11:04:51

 ડીસા શહેરના રાજપુર વિસ્તારથી ભોપાનગર જતાં માર્ગ પરથી આજે અધૂરા માસે જન્મેલું નવજાત બાળક મળી આવ્યું હતું. આ ઘટના બાદ
પોલીસે ભ્રુણનો કબ્જાે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં નવજાત બાળકોને ત્યજી દેવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ડીસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારથી ભોપાનગર તરફ જતાં માર્ગ પર આવેલા ખેતરની વાડ નજીક કોઈએ અધૂરા માસે જન્મેલું બાળક ત્યજેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અને આ અંગેની જાણ
પોલીસને કરી હતી. બાદમાં
પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરતાં આ નવજાત બાળક પુરુષ હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં પોલીસે આ નવજાત બાળકના ભ્રુણને ડીસાની સરકારી હોસ્પિટલ
પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં
અપમૃત્યુની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે ગતરોજ કાંકરેજ તાલુકાનાં સમણવા ગામમાં એક મહિલાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ મહિલા ઘરે એકલી હતી તે દરમ્યાન તેને પોતાના ઘરમાં જ ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બનતા ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા. આ અંગે
પોલીસને જાણ કરી હતી. આ ઘટના બનતા મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે શિહોરીની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મહિલાના મોતને લઈ તેના પિયર પક્ષના લોકોએ સાસરિયા દ્વારા ત્રાસ
આપવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા છે. આ ઘટનાને પગલે શિહોરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News