અમદાવાદની સોલા સિવિલમાં MRI મશીન શોભાના ગાંઠિયા સમાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 13:52:46
  • Views : 102
  • Modified Date : 2023-06-28 13:52:46

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 9.50 કરોડ રૂપિયાના ખર્ચે MRI મશીન ખરીદાયું છે. જોકે, હજુ સુધી આ મશીનનો ઉપયોગ શરૂ કરાયો નથી. જેના કારણે સિવિલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં MRIનો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે.અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની OPDમાં દરરોજ 1200 જેટલા દર્દી સારવાર માટે આવે છે. હોસ્પિટલમાં MRI મશીનને અભાવે આ દર્દીમાંથી જો કોઇને એમઆરઆઇ કરાવવાની જરૂર હોય તો સિવિલ હોસ્પિટલ અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા જવું પડતું હતું. પરંતુ હોસ્પિટલમાં રૂ. 9.50 કરોડની કિંમતનું એમઆરઆઇ મશીન લવાયું છે. જૂનના પ્રારંભમાં આ મશીનનો ઉપયોગ શરૂ કરવાનો હતો. પરંતુ જૂન મહિનાના અંત સુધી પણ હોસ્પિટલમાં MRI મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે.  હજુ સુધી આ મશીનનો ઉપયોગ શરૂ ન કરાતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવેલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં MRIનો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે. MRIનો સાડા 9 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ દર્દીઓને અગાઉની જેમ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે, સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપિકા સિંઘલ અને RMO ડૉ. પ્રદીપ પટેલ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં MRI મશીનની માગ કરતા હતા.  જોકે હવે હોસ્પિટલમાં MRI મશીનની સુવિધા આવ્યા બાદ તેનો ઉપયોગ શરૂ ન કરાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News