થરાદ ખાતે રોટરી ઇન્ટરનેશનલ ડિસક્ટ્રિક્ટ 3054 ના ગવર્નર શ્રી અશોક મંગલ જી એમની ટીમ સાથે ઓફિશ્યિલ વિઝિટ માટે પધાર્યા હતા , એમની ટીમનું રોટરી ક્લબ થરાદ Oasis દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-23 12:23:02
  • Views : 266
  • Modified Date : 2021-09-23 12:23:02

     રોટરી ક્લબ થરાદ ઓએસિસ દ્વારા  વર્ષ દરમ્યાન કરવામા આવેલ સેવા કાર્ય નો અહેવાલ DG સમક્ષ રજૂ કરવામાં આવ્યો, એમાં રોટરી ક્લબ થરાદ Oasis દ્વારા ગરીબ લોકો ને ઠંડીમાં ધાબળા વિતરણ, કોરોના ના કપરા સમય માં જરીરિયાત મંદ લોકો ને અનાજની કીટો, સરકારી હોસ્પિટલ માં દર્દી ઓ ને ફ્રૂટ વિતરણ, રોટરી ક્લબ ઓએસીસ દ્વરા વૃક્ષારોપણ,રક્તદાન કેમ્પ, ગરીબ બાળકોને સ્કૂલ બેગ અને ચોપડા વિતરણ આવા અનેક સેવાના કામો કર્યા અને આવનારા દિવસોમાં  વધુ ને સેવા કાર્ય કરવાનો સંકલ્પ રજુ કરવામાં આવ્યો.આજની મિટિંગ માં થરાદ રોટરી ક્લબ ઓસીસ ના  ટોટલ 30 જેટલાં મેમ્બર હાજર રહ્યા હતા.. આજની મિટિંગ માં કોરોના વોરિયર્સ તરીકે ડો. હીરજીભાઈ પટેલ ને રોટરી ક્લબ થરાદ ઓસીસ દ્વરા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.રોટરી કલબ દ્વારા પત્રકાર હાજાજી રાજપૂતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તથા ક્લબ ને ગયા વર્ષે RID 3054 તરફ થી ટોટલ 5 એવોર્ડ મળ્યા હતા, જે DG સાહેબના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા   આ કાર્યક્રમ માં થરાદ ના કલેક્ટર સાહેબ  વી સી બોડાણા  ડો. રીટાબેન પટેલ, લાયન્સ ક્લબ થરાદ ના પ્રમુખ, રોટરી ક્લબ ના તમામ મેમ્બરો તથા થરાદ તાલુકાના પ્રતિષ્ઠિત આગેવાનો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રયા હતા, આ કાર્યક્ર્મ નું સફળ સંચાલન Rotarian ડૉ. આર. વી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News