સાંસદ અભય ભારદ્વાજને ફેફસાંમાં તકલીફ થતા વેન્ટિલેટર પર: કેબિનેટ મંત્રી રાદડિયા પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 11:59:43
  • Views : 376
  • Modified Date : 2020-09-15 11:59:43

   રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ છેલ્લા 16 દિવસથી કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા છે. સારવાર દરમિયાન અચાનક તેમને ફેફસાંમાં તકલીફ થતા છેલ્લા 48 કલાકથી તેમને વેન્ટિલેટરથી કુત્રિમ શ્વાસ આપવામાં આવી રહ્યા છે. ભારદ્વાજની તબિયત ખરાબ થતાં ખાનગી હોસ્પિટલના ડોક્ટર સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર આપી રહ્યા છે. બીજી તફર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કશ્યપ શુક્લ અને તેમના ભાઇ તેમજ મેયરના પી.એ.નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા અને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.રાજકોટમાં સોમવારે પણ કોરોનાના કેસની સંખ્યા 149 એટલે કે 150ની નજીક આવી છે. બીજી તરફ 24 કલાકમાં 31 પોઝિટિવ દર્દીઓનાં મોત નીપજ્યા છે. જેા કે તે પૈકી કેટલા પાછળ કોવિડ કારણભૂત છે તે ડેથ ઓડિટ કમિટી નક્કી કરશે. ગ્રામ્ય વિસ્તારના 654 દર્દી સારવાર હેઠળ છે અને કુલ કેસ 2230 નોંધાયા છે. શહેરમાં કુલ કેસ 4538 છે, જ્યારે 1464 દર્દી સારવાર લઈ રહ્યા છે. આ સાથે રાજકોટમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 6768 થયો છે.કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા ઉદ્યોગોમાં કોરોના પેાઝિટિવ દર્દીઓને શોધીને તેઓની શુશ્રૂષા કરવામાં આવશે. ઉદ્યોગોમાં જ્યાં જ્યાં પણ શરદી, ઉધરસ કે તાવના દર્દીઓ જોવા મળે તેઓના કોરોનાના નિદાન માટે ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આજી અને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 700થી વધુ ઉદ્યેાગો કાર્યરત છે. એન્જિનિયરિંગ અને ફૂડ પ્રોસેસિંગ સહિતના ઉદ્યોગોમાં અંદાજે 12000 જેટલા સ્થાનિક અને પરપ્રાંતીય કર્મચારીઓ કામ કરે છે. આ તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યક્તા અનુસાર સારવાર કરવામાં આવશે અને જરૂર પડે તે કર્મચારીઓના કોરોના ટેસ્ટ પણ કરશે. પોઝિટિવ આવેલા દર્દીઓની સારવાર પણ કરવામાં આવશે.રાજકોટમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કેસમાં થતા વધારાને ધ્યાનમાં લઇ મવડી વિસ્તારમાં આવેલી શિવાનંદ મિશન સંચાલિત હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર માટે 35 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમજ દોશી હોસ્પિટલમાં અગાઉ કોરોનાના દર્દીઓ માટે 60 બેડ ફાળવવામાં આવ્યા બાદ હવે બીજા ભાગમાં આઇસીયુવાળા 18 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવ્યાનું અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું.ખાનગી ડોક્ટર્સ પાસે સારવાર લેવા માટે જતા દર્દીઓમાં શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા દર્દી આવે તો તેમની સારવાર કરવાના બદલે નજીકના મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવા મનપાએ સૂચના આપી છે. જેના પગલે દરરોજ 150થી વધુ રીફર કરેલા દર્દીઓનું વિનામૂલ્યે ટેસ્ટિંગ કરવામાં આવે છે. શંકાસ્પદ દર્દીઓ તુરંત રીફર કરવામાં આવે તો કોરોનાનું પરીક્ષણ કરી જો પોઝિટિવ આવે તો સારવાર થઇ શકે તે માટે મનપાએ ડોક્ટર્સને આ અંગે સૂચના આપી છે.મનપાએ સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડી. શરૂ કરી છે. જેમા પ્રતિ દિવસ 400 જેટલા કેસ આવતા હતા, પરંતુ મનપાએ ડોર ટુ ડોર સર્વેલન્સ, ધન્વંતરિ રથ અને આરોગ્ય કેન્દ્ર પર થતી કામગીરીના પરિણામે આ ઓ.પી.ડી.માં ઘટાડો થયો છે. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, મનપાના છ ડોક્ટર, છ જીએનએમ, નવ ફાર્માસિસ્ટ, 12 એમપીએચડબલ્યુ સહિત 30 કર્મચારી સિવિલ ખાતે મનપાની ઓપીડીમાં સારવાર આપી રહ્યા છે. હાલ આ ઓ.પી.ડી ઘટી 200 આસપાસ પહોંચી છે.

Download Our B K News Today App



Related News