શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિસનગર ખાતે તાલુકા કક્ષાનો મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:39:35
  • Views : 506
  • Modified Date : 2019-04-21 05:39:35

વિસનગર મુકામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા સંકલિત) સેમીનાર સંજયભાઈ રાવલ મોટીવેશનલ સ્પીકર દ્વારા યોજાયો. તેમાં બ્રહ્મસમાજના પ્રમુખોનું સન્માંન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં વિશેષ ઉપÂસ્થતિમાં ર્ડા. યજ્ઞેશભાઈ દવે (કન્વીનર સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ) કમલેશભાઈ વ્યાસ (મુખ્ય સંગઠન સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજયકક્ષા) જીગરભાઈ પંડ્યા (રાષ્ટ્રીય અધિવક્તા મંચ ગુજરાત પ્રદેશ) ભાસ્કરભાઈ મહેતા (બિલ્ડર બ્રહ્મ અગ્રણી) શૈલેષભાઈ રાવલ (બિલ્ડર બ્રહ્મ અગ્રણી) દેવિલાબેન આચાર્ય  (શિક્ષણવિદ્દ વિસનગર) તેમજ હર્ષવર્ધન રાવલ (હર્ષ એડવર્ટાઈઝીંગ પાલનપુર) સમીરભાઈ દેસાઈ ર્ડા. મેહીરભાઈ જાષી એ હાજરી આપેલ.જેમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશભાઈ દવેએ એક ભાવ નિર્માણ થાય તે દિશામાં પ્રયત્ન કરવો જાઈએ. સાવરણી બધા પીંછા ભેગા હોય તો સમાજમાં એક નિર્માણ થાય છે. પરતું એક એક છુટુ હશે તો કોઈ કચરા ટોપલીમાં નાખતા વિચાર કરશે નહી. સમાજમાંસમસ્ત બ્રહ્મસમાજ ..... પાના નં.૨ ચાલુ... સૌએ મજબુતીથી  ઉભા રહેવું પડશે નહીં તો પડી ગયેલા મકાનની ઈંટો લોકો લઈ જતા વિચાર કરશે નહી. સમાજમાં રાષ્ટ્રવાદ, રાષ્ટ્રભાવના, રાષ્ટ્રપ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્રભÂક્ત નિર્માણ થવી જાઈએ.રાષ્ટ્રના  વિકાસની વાત હોય ત્યારે સૌથી પહેલાં મારો ભૂદેવ અગ્રેસર હોવો જાઈએ. તે દિશામાં આગળ વધવું જાઈએ.ત્યારબાદ સંજયભાઈ રાવલ મોટીવેશનલ સ્પીકર યુવા વર્ગના ચાહક સ્ટેજ ઉપર આવતાં તાળીયોના ગડગડાટ સાથે આખો સભા મંડપ ગુંજી ઉઠ્યો હતો. દેશના વિકાસની અડચણ ઉભી થઈ હોય તો આજની શિક્ષણ વ્યવસ્થા જવાબદાર છે. શિક્ષણ વ્યવસ્થા ઉપર કટાક્ષ કરતાં જણાવ્યું કે જે વર્ષો પહેલાંના ઈતિહાસ આજના કમ્પ્યુટર યુગમાં ભણાવવામાં આવે છે. આપણે ઘણા પાછળ છીએ. હાલતો મોબાઈલ યુગ ફેસબુક, વોટ્‌સઅપ, ઈન્ટ્રાગ્રામ, ટ્‌વીટર અને ઈમેલનો જમાનો આવ્યો છે.  હજુ પણ હુંણો, યવનો, અંગ્રેજા અને મુલગ સલ્તનત અભ્યાસ ચાલુ છે. વિદ્યાર્થી અને શિક્ષકો બન્નેનો સમય વેડફાય છે. ભૂગોળ ભણાવતા પૃથ્વી ફરે છે કે સૂર્ય હજુ નક્કી નથી કરી શકેલ.  અનાદિકાળથી ભણાવવામાં આવે છે. જેમાં કોઈ ફેરફાર નથી. યુવાનોએ ભય મુક્ત બનવું જાઈએ. ડરી ડીરીને જીવવાનું કોઈ કારણ નથી. સાચી દિશામાં મહેનત કરો, પુરૂષાર્થ કરો ભગવાન મદદ કરવા તૈયાર છીએ તમારે મહેનત કરવી નથી અને ઘરે બેઠા બેઠા જાઈએ છે તે શક્ય નથી. યુવાન યુવતિઓને સંબોધન કરતા જણાવેલ કે પ્રેમ કરો તો નિભાવી જાણો. જેનો ઈતિહાસ રચાય. વાસના રાખી જાડાયેલ યૌવન જીવનમાં ભંગાણ આવશે. જીવનમાં દિવાદાંડી સુચક માર્ગદર્શન માં-બાપ પાસેથી રાખો. માં-બાપને નમસ્કાર કરતા લોકો મને ખુબ ગમે છે. જે યુવાન કે યુવતિ માં-બાપના થયા તે સમાજના કે કુટુંબના કદાપી થઈ શકે નથી. દ્રોપદીનો વસ્ત્રાહરણ  પ્રસંગ યાદ અપાવતા જણાવેલ કે ભીષ્મપિતામહ પાસે રાજ્યસત્તા હતી સેનાપતિ હતા છતાંપણ વસ્ત્રાહરણ પ્રસંગે ધનુષ્ય ટંકાર કરી શક્યા નહી. જા ધનુષ્ય ટંકાર ર્ક્યો હોત તો આ વાંદર સેના ભાગી જાત કૃષ્ણ ભગવાનને ચિર પુરવા આવવું પડ્યુ ના હોત. લોકો પાસે સત્તા અને સામર્થ છે જેમને દેશના વિકાસ માટે સૌથી અગ્રેસર રહેવુ પડશે. એમાં હું સૌથી પહેલાં હોઈશ. વિસનગર બ્રહ્મસમાજમાં આવેલ  પ હજારથી વધુ જનમેદની પ્રભાવી વક્તવ્યથી આનંદીત થયા હતાં. જેમને ભારતને વિશ્વના ફલક ઉપર લાવવું હશે તો આપણી ભુલી ગયેલ લુપ્ત થયેલ સંસ્કૃત ભાષા લાવવી પડશે. જેની જવાબદારી બ્રહ્મસમાજની છે.હવે લાડુ ખાવાની હરીફાઈ કરતા ચુસ્ત અને સ્ફૂર્ર્તિદાયક સુદઢ શરીર બનાવવું જાઈએ. જેમાં ભગવાન પણ રહી શકે. તેવું નિરોગી શરીર બનાવવું જાઈએ. માયકાંગલા અહીં રહેવાનો કોઈ અધિકાર નથી.  અહીં ભારતમાં જન્મ મળ્યો તેનું મને ખુબ ગૌરવ છે.   આ કાર્યક્રમમાં  સમસ્ત બ્રહ્મસમાજ વિસનગર તાલુકાએ ભાગ લીધો હતો. કાર્યક્રમને યશસ્વી બનાવવા  વ્યાસ જયેશભાઈ, ઠાકર ધર્મેન્દ્રભાઈ, વ્યાસ હરેશભાઈ, પંડ્યા ભુપેન્દ્રભાઈ, વ્યાસ કમલેશભાઈ, પંડ્યા જીગરભાઈ, ર્ડા. જયેશભાઈ, રાવલ નિકુંજભાઈ, તેમજ મહિલા વિભાગ ઠાકર કિંજલબેન, દવે નેહાબેન, રાવલ લક્ષ્મીબેન, ઠાકર ફાલ્ગુનીબેન, રાવલ બિનાબેન, શુકલ હર્ષાબેન, તેમજ મહેસાણા સમસ્ત બ્રહ્મસમાજ, પાટણ સમસ્ત બ્રહ્મસમાજ તેમજ ઉંઝા સમસ્ત બ્રહ્મસમાજ  કાર્યક્રમને સફળ બનાવેલ અને સ્વરૂચિ ભોજન લઈ છુટા પડેલ.


Download Our B K News Today App



Related News