ડીસાના બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી ચક્કાજામ સર્જાતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-19 11:01:57
  • Views : 255
  • Modified Date : 2022-07-19 11:01:57

 ડીસાના બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી ચક્કાજામ સર્જાતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા

 

ડીસા શહેર એ બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક માનવામાં આવે છે જેના કારણે અસંખ્ય લોકો ડીસા શહેરમાં વાહનો લઈને ખરીદી કરવા માટે આપતા હોય છે જેના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે ખાસ કરીને ડીસાના સાઈબાબા મંદિર પાસે તમામ શાળાઓ તેમજ મોટું શાક માર્કેટ આવેલું હોવાના કારણે અનેક વાર ટ્રાફિક જામની સમસ્યા સમજાતું હોય છે. જેના કારણે વાહન ચાલકોને કલાકો સુધી હેરાન પરેશાન થવાનો વારો આવે છે ત્યારે આજે ડીસા શહેરના બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી એક કિલોમીટરના અંતરમાં ચક્કાજામ સર્જાયું હતું જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી હતી ખાસ કરીને બગીચા સર્કલ પાસે ચારે બાજુ વાહનોનો ખડકલો થઈ જતા આ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી ખાસ કરીને બગીચા સર્કલથી જલારામ જતા રોડ પર અનેક શાળાઓ આવેલી છે જેના કારણે શાળા છૂટવાના સમયે વિદ્યાર્થીઓ પણ આ ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાયા હતા તો આ તરફ એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા અનેક અકસ્માતો પણ સર્જાતા જેમાં આ ટ્રાફિક જામમાં મામલતદાર કચેરી આગળ બાઈક સવાર ટ્રાફિકમાંથી નીકળવા જતા બાઈક સ્લીપ ખાઈ જવા પામ્યો હતો જેને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. તો આ તરફ એક કલાક સુધી ટ્રાફિક સર્જાતા વાહન ચાલકોએ ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કલાકોની ભારે જહેમત બાદ ડીસા ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા બગીચા સર્કલ પાસેથી ટ્રાફિક હટાવતા વાહન ચાલકોએ કલાકો બાદ રાહત અનુભવી હતી

Download Our B K News Today App



Related News