ડીસા આખોલ ચોકડી નજીક નેશનલ હાઇવે પર રેતીનો ટ્રક ઠાલવી દેતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહયા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-15 13:05:04
  • Views : 232
  • Modified Date : 2021-12-15 13:05:04

ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા નજીક આવેલ નેશનલ હાઈવે પર કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે રેતી ભરેલું ડમ્પર હાઇવે પર ઠાલવી દેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી ગઈ છે આજે ચાર દિવસ થવા આવ્યા છે અને વાહનચાલકો તેમજ સ્થાનિક રાહદારીઓએ સ્થાનિક તંત્રને જાણ કરવા છતાં પણ હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ડીસા આખોલ ચાર રસ્તા પાસે આવેલ નેશનલ હાઈવે પર અજાણ્યા ડમ્પર ચાલકે આખું ડમ્પર ભરેલું રેતીનું રોડ પર ઠાલવી દેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે ડમ્પર ભરેલા અજાણ્યા ચાલકે રેતી ભરેલું ડંપર  ઠાલવી દેતા અડધો રોડ બંધ હોવાથી ટ્રાફિક જામના પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. તેમજ રસ્તા પર રેતી ઠાલવી દેતા રેતી ના કારણે કેટલાક મોટર સાઇકલ ચાલકો સ્લીપ ખાઈ પડવાની ઘટના ઓ પણ બનવા પામી છે.આ નેશનલ હાઇવે પર ચાર દિવસ અગાઉ કોઈ અજાણ્યો શખ્સ રેતી ભરેલું ડંપર ઠાલવી જતા રાહદારી તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.તેમજ સ્થાનિક તંત્ર ને પણ જાણ કરવા છતાં હજુ સુધી કોઈજ કાર્યવાહી ન થતા વાહન ચાલકો તેમજ રાહદારી ઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તેમજ જો રેતી તાત્કાલિક ધોરણે નહિ દૂર કરવામા આવે તો મોટી જાન હાનિ થઈ શકે તેમ છે.

Download Our B K News Today App



Related News