ડીસાની ગોપી ચિલ્ડ્રન હોસ્પિટલ ની બાજુમાંથી મોટરસાઇકલ ની ઉઠાંતરી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-06 10:35:42
  • Views : 322
  • Modified Date : 2022-04-06 10:35:42

ડીસા ના ગોપી ચિલ્ડ્રન હોસ્પિટની બાજુ પાર્કિંગ માં પાર્ક કરેલ મોટરસાઇકલ ની કોઈ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી જતા ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં વાહનની ઉઠાંતરી ની ઘટના એક પછી એક સામે આવી રહી છે.વાહનો ની ઉઠાંતરી ની ઘટના બનતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.ત્યારે આજે વધુ એક ડીસામાંથી મોટરસાઇકલ ની ઉઠાંતરી થઈ છે.સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના જુના નેસડા ખાતે રહેતા રામજી નાનુજી ઠાકોર ડીસા ગોપી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે નોકરી કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.રામજી નાનુજી ઠાકોર પોતાનું મોટરસાઇકલ નંબર GJ-08-BR-0437 નું લઈ દરોજ ડીસા ગોપી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે નોકરી માટે આવે છે.ત્યારે  પોતાનું મોટરસાઇકલ લઈ ઘરે થી ડીસા હોસ્પિટલમાં નોકરી માટે આવ્યો હતો તે દરમિયાન રામજી નાનુજી ઠાકોરે પોતાનું મોટરસાઇકલ નંબર GJ-08-BR-0437 વાળું ગોપી ચિલ્ડ્રન હોસ્પિટલ ની બાજુમાં આવેલ પાર્કિંગ માં પાર્ક કરી હોસ્પિટલમાં ગયેલ ત્યાર બાદ બપોર ના 2 વાગ્યા ના સમયે રામજી ઠાકોરે જ્યાં પોતાનું મોટરસાઇકલ પાર્કિંગ માં પાર્ક કરેલ  તે જગ્યાએ પોતાનો મોટરસાયકલ જોવા મળે નહીં જે બાદ રામજી ઠાકોરે પોતાના મોટરસાયકલ નંબર GJ-08-BR-0437 જેની કિંમત 35 હજાર ની આજુબાજુ તપાસ કરતા કોઈ  ભાળ મળેલ નહિ જે બાદ રામજી નાનુજી ઠાકોર ને પોતાના મોટરસાયકલ ની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોય તેવું જણાતા જે બાદ રામજી નાનુજી ઠાકોરે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News