મારી નાની-નાની સમાજા વચ્ચે મોટો થયાનું હું ઋુણ ક્યારે નહીં ભુલું - ગુલાબસિંહ રાજપૂત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-13 11:04:56
  • Views : 413
  • Modified Date : 2019-10-13 11:04:56

થરાદ તાલુકામાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ગામે ગામથી મીઠો આવકાર મળી રહ્યો છે, તેમજ સમર્થન મળી રહ્યું છે. જાતીઓના સર્વક્ષણમાં તમામ નાની સમાજા તેમજ લોકોનું ભારે ઉત્સાહભેર સમર્થન મળી રહ્યું છે. ગુલાબસિંહ રાજપૂતે એક સભામાં જણાવ્યું હતુ કે મારી નાની સમાજા વિકાસમાં પાછળ રહી ગઈ છે. અને તેનો વિકાસ રૂંધાઈ ગયો છે તે માટે હું વિધાનસભામાં ગયા બાદ નાની સમાજના હિત માટે અવાજ ઉઠાવીશ, તેમજ તેનો વધુ વિકાસ થાય તે માટે પુરા પ્રયત્નો કરીશ. ભાજપ સરકાર ધર્મવાદ - જાતીવાદ ફેલાવી વિકાસને રૂંધવાના પ્રયત્નો કરે છે. થરાદ તાલુકાના તમામ ગામોમાંથી ગુલાબસિંહ
રાજપૂતને સારો આવકાર મળી રહ્યો છે, તેમજ તેમને વિજય બનાવવા માટે તમામ સઘળા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News