મોટી બેટરી અને ડિસ્પ્લેથી સજ્જ છે 11,999 રૂપિયાનો મોટો G9 પાવર, આ કિંમતનો રેડમી નોટ 9 અનેક રીતે શ્રેષ્ઠ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 13:47:14
  • Views : 238
  • Modified Date : 2020-12-14 13:47:14

    મોટોરોલાએ તાજેતરમાં જ તેના લેટેસ્ટ સ્માર્ટફોન તરીકે મોટો G9 પાવર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કિંમત જોઈને કહી શકાય કે તેને બજેટ સ્માર્ટફોન સેગમેન્ટના અન્ય ફોનને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે.કંપનીએ તેનુ સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 12 હજાર રૂપિયા કરતાં પણ ઓછી છે, પરંતુ ફોનમાં 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તો ચાલો ફર્સ્ટ ઓપિનિયનથી જાણો મોટોરોલાના ફોનમાં શું નવું મળશે, ફોન કયા ફીચર્સથી સજ્જ છે અને માર્કેટમાં કોને ટક્કર મળશે...

  •     ફોનનું સિંગલ 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 11,999 રૂપિયા છે. ફોન મેટાલિક સેજ અને ઈલેક્ટ્રિક વાયોલેટ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. ફ્લિપકાર્ટ ફોન પર 11,450 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. જોકે એક્સચેન્જની રકમ જૂના સ્માર્ટફોનની કન્ડિશન અને મોડેલ પર આધાર રાખે છે.મોટોના આ અફોર્ડેબલ ફોનમાં 6000mAhની બેટરી મળે છે, જે આ પ્રાઈસ સેગમેન્ટમાં સારી છે.બેટરી 20 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે, સિંગલ ચાર્જમાં તે 60 કલાકનું બેકઅપ આપે છે.ફોનમાં 6.8 ઈંચની મોટી ડિસ્પ્લે છે. ફોનમાં અલ્ટ્રા વાઈડ HD+ IPS TFT LCD ડિસ્પ્લે મળે છે.પંચ હોલ કટઆઉટ હોવાને લીધે ફોનમાં સારો વ્યૂઈંગ એક્સપિરિઅન્સ મળે છે. મૂવી જોવી હોય અથવા ગેમ રમવી હોય તો મોટી ડિસ્પ્લે હોવાથી સારો એક્સપિરિઅન્સ મળે છે.

  •     ફોટોગ્રાફી માટે ફોનમાં 3 રિઅર કેમેરા અને 1 LED ફ્લેશ છે, જે જોવામાં આઈફોન ફીલ આપે છે. ફોનમાં 64MPનું પ્રાઈમરી સેન્સર, 2MPનું સેકન્ડરી સેન્સર અને 2MPનું ડેપ્શ સેન્સર મળે છે.રિઅર કેમેરામાં ઓટો સ્માઈલ કેપ્ચર, સ્માર્ટ કોમ્પોઝિશન, શૉટ ઓપ્ટિમાઈઝેશન, નાઈટ વિઝન, હાઈ રેન્જ ઝૂમ, HDR, ટાઈમર, AR સ્ટિકર, એક્ટિવ ફોટોઝ, સિનેમોગ્રાફ, મેન્યુલ મોડ, પોટ્રેટ મોડ, કટઆઉટ, સ્પોટ કલર, પેનારોમા, લાઈવ ફિલ્ટર, રૉ ફોટો આઉટપુટ, વોટરમાર્ક, બર્સ્ટ શૉટ, ગૂગલ લેન્સ ઈન્ટિગ્રેશન અને સ્લૉ મોશન વીડિયો ટાઈમલેપ્સ વીડિયો, હાઈપરલેપ વીડિયો જેવાં ફીચર્સ મળે છે.ફ્રન્ટમાં 16MP કેમેરા સેન્સર છે. ફ્રન્ટ કેમેરામાં ઓટો સ્માઈલ કેપ્ચર, પૉર્ટ્રિટ મોડ, ફેસ બ્યુટી, HDR, મેન્યુઅલ મોડ, વોટરમાર્ક, બર્સ્ટ શોટ, બેસ્ટ શોટ, ફોટો મિરર, એક્ટિવ ફોટો, લાઈવ ફિલ્ટર, રો ફોટો આઉટપુટ, સ્પોટ કલર, ગ્રુપ સેલ્ફી, કેમેરા વીડિયો સોફ્ટવેર: ટાઈમલેપ્સ વીડિયો, હાઈપરલેપ વીડિયો જેવાં ફીચર સપોર્ટ કરે છે.
    •     બેઝિક સ્પેસિફિકેશન કમ્પેર કરીએ તો, જોઈ શકાય છે કે એક જેવી કિંમત હોવા છતાં મોટો G9 પાવરથી ઘણી બધી રીતે રેડમી નોટ 9 આગળ છે.ટેબલમાં જુઓ તો ડિસ્પ્લે મામલે મોટો G9 પાવર, 6.8 ઇંચ ડિસ્પ્લેની સાથે રેડમી નોટ 9થી ઘણો સારો છે. જો કે, નોટ 9માં AMOLED ડિસ્પ્લે છે.રેમ+સ્ટોરેજની વાત કરીએ તો મોટો G9 પાવરમાં માત્ર એક જ વેરિઅન્ટ મળશે, જ્યારે રેડમી નોટ 9માં ઘણા બધા વિકલ્પ સિલેક્ટ કરી શકીએ છીએ.કેમેરા રેડમી નોટ 9માં વધારે છે, પરંતુ 64MP મેન કેમેરાની સાથે મોટો G9 પાવર વધારે સારો છે. સેલ્ફી માટે પણ મોટોમાં વધારે પાવર લેન્સ મળશે.બેટરીની વાત કરીએ તો 6000mAhની સાથે મોટો G9 ઘણો સારો છે, કારણકે રેડમી નોટ 9માં માત્ર 5020 mAhની બેટરી મળે છે.એટલે કે જો 12 હજારથી ઓછું બજેટ છે અને મોટો G9 પાવર અને રેડમી નોટ 9ની વચ્ચે કન્ફયુઝન છે તો અહિ મોટો G9 પાવર વધારે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
  •     આમ તો આ પ્રાઈઝ રેન્જમાં ઘણા બધા સ્માર્ટફોન અવેલેબલ છે પરંતુ 11,999 રૂપિયાના મોટો G9 પાવરની ટક્કર આટલી જ કિંમતના રેડમી નોટ 9 (4GB+64GB વેરિઅન્ટ) સાથે છે. જો કે, રેડમી નોટ 9ના અન્ય બે વેરિઅન્ટ 4GB+128GB અને 6GB+128GB થોડા મોંઘા છે. ટેબલ કમ્પેરિઝનથી સમજીએ સ્પેસિફિકેશનમાં કોણ આગળ છે.

    ડિસ્પ્લે સાઈઝ6.8 ઈંચ6.53 ઈંચ
    ડિસ્પ્લે ટાઈપHD+ IPS TFT LCDFHD+ AMOLED
    OSએન્ડ્રોઈડ 10એન્ડ્રોઈડ 10
    પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 662મીડિયાટેક હીલિયો G85
    રેમ+સ્ટોરેજ4GB+64GB4GB+64GB, 4GB+128GB, 6GB+128GB
    રિઅર કેમેરા64MP+2MP+2MP48MP+8MP+2MP+2MP
    ફ્રન્ટ કેમેરા16MP13MP
    બેટરી6000 mAh5020 mAh
    કિંમત4GB+64GB: 11999 રૂપિયા

    4GB+64GB: 11999 રૂપિયા

    4GB+128GB: 13499 રૂપિયા

    6GB+128GB: 14999 રૂપિયા

    કલરમેટાલિક સેજ, ઈલેક્ટ્રિક વાયોલેટએક્વા ગ્રીન, આર્ટિક વ્હાઈટ, પેબલ ગ્રે, સ્કારલેટ રેડ, શેડો બ્લેક

Download Our B K News Today App



Related News