વાહ રે કળયુગ ઃ સગી ભાભીને નણંદે સોપારી આપી મોતને ઘાટ ઉતારી દીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 11:39:31
  • Views : 4645
  • Modified Date : 2020-12-24 11:39:31

દહેગામ તાલુકાના બારડોલી કોઠી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક સપ્તાહ પહેલા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. માથામાં ઇજા સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ૨ દ્વારા મૃતદેહનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. મૃતક ભાભીને સગી નણંદે સોપારી આપી મોતને ઘાટ ઉતારી દેવડાવી હતી.
મળતી માહિતી ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમાં, એસપી મયુર ચાવડાની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના
પીઆઇ જેજી વાઘેલા, એચપી ઝાલા સહિત મૃતકનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે એએસઆઇ
હરપાલસિંહને બાતમી મળી હતી, તેના આધારે કામગીરી કરી હતી. જેમાં મૃત નિમિષાબેન દિનેશભાઇ રાઠોડ રહે, અંબિકાનગર ચાલી
સૈજપુર બોઘા અમદાવાદ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્વીપર તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે સગી નણંદ અંજનાબેન ઉર્ફે નયના
પુરષોત્તમભાઇ રાઠોડ રહે, ગોમતીપુર રખિયાલ સાથે અવાર નવાર ઝગડા થતા હતા.
રોજબરોજના ઝગડાથી કંટાળીએ નણંદ નયનાએ ભાભીનો કાંટો કાઢી નાખવાનંુ નક્કી કર્યુ હતુ. જેને લઇને નણંદ નયનાએ પોતાના ઘરે કામ કરવા આવતા ઘરઘાટીને સોપારી આપી હતી. નણંદ નયના અને ઘરઘાટી રાજેશ ઉર્ફે રાજુ મનહર ડોડિયા રહે, વિનોબાદભાવેનગર રખિયાલ બન્નેએ ભાભી નિમિષાને પ્લાન બનાવી બારડોલી કોઠી તરફ લઇને આવ્યો હતો. જ્યારે બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેભાન નહિ થતા માથાના ભાગે પત્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ મૃતદેહને ઢસડી જઇને કેનાલમાંનાખી દીધો હતો.

Download Our B K News Today App



Related News