લોકડાઉનના ચુસ્ત અમલ વચ્ચે ગાંધીનગરમાંથી શ્રમજીવીઓની મોટી સંખ્યામાં હિજરત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-26 12:01:41
  • Views : 490
  • Modified Date : 2020-03-26 12:01:41

ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે એકતરફ
પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ સમગ્ર જિલ્લામાંથી ઘણી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ
સાબરકાંઠા જિલ્લા ઉપરાંત રાજસ્થાનમાં જવા માટે ઉમટી
પડતાં દયનીય સ્થિતિ સર્જાઇ હતી.
ગાંધીનગર શહેરમાં ગયા રવિવારે યોજાયેલાં જનતા કરફ્યુ બાદ લોકડાઉન ૨૫ માર્ચ સુધી જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યુ છે. આમ આગામી ૧૪ એપ્રિલ સુધી રહેનારા લોકડાઉન માટે ગાંધીનગર શહેરના વિવિધ સ્થળો અને વિસ્તારોમાં કડક અમલ કરાવવામાં આવ્યો હતો. પોલીસે રાજમાર્ગો ઉપર કામ વિના નીકળેલા વાહનચાલકોને અટકાવ્યા હતા. તો કેટલાકને ચેકીંગ બાદ પાછા મોકલવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ એસટી સહિત ખાનગી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં ૧૪ એપ્રિલ સુધી રોજીરોટી વગર ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી ખાસ કરીને સાબરકાંઠા તેમજ
પંચમહાલ, દાહોદ સાથે રાજસ્થાન તરફ જવા માટે શ્રમજીવીઓની ઘણી મોટી સંખ્યાથી રાજમાર્ગો ઉભરાઈ ઉઠયા હતા.
પોતાના પરિવાર સાથે ટોળામાં નીકળેલા આ શ્રમજીવીઓ જ - માર્ગ, ચીલોડા - હિમંતનગર, કલોલ અને માણસાથી વિજાપુર જેવા રોડ ઉપર ચાલી નીકળ્યા હતા. જેમાં ખાસ કરીને મહિલાઓના માથે મોટા બચકાં - ટોપલાં ઉપરાંત કોખમાં બાળકોના કારણે દયનીય સ્થિતિ લાગતી હતી.

Download Our B K News Today App



Related News