12 વર્ષના પુત્રની માતાને 2.80 લાખમાં, એક યુવતીને 70 હજારમાં વેચી, એક તેના કાળા રંગને કારણે બચી ગઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 16:01:23
  • Views : 340
  • Modified Date : 2021-03-12 16:01:23

    મધ્યપ્રદેશના જબલપુર શહેરના બાસુ હોટલના મેનેજર કોટાના એક માનવ તસ્કરની સાથે મળીને શહેરની ગરીબ મહિલાઓને રાજસ્થાનમાં વેચવાનો ધંધો કરતો હતો. આરોપીઓ ગરીબ અને મજૂરી કરનારી મહિલાઓને વધુ વેતન આપવાનું કહીને રાજસ્થાન લઈ જતા હતા અને ત્યાં તેમનો સોદો કરતા હતા.

    પોલીસની પ્રારંભિક તપાસમાં એ વાત પ્રકાશમાં આવી છે કે આરોપી ત્રણ મહિલાને કોટા વેચવા ગયા હતા. એકને 2.80 લાખ રૂપિયા, બીજીને 70 હજાર રૂપિયામાં વેચવામાં આવી. 23 વર્ષીય વિવાહિત યુવતીને તેના કાળા રંગે બચાવી લીધી. પીડિત મહિલાઓ પૈકીની એકે મદનમહલમાં રેપ અને માનવ તસ્કરી સહિત વિવિધ ધારાઓમાં તો બીજીએ ગ્વારીધાટમાં માનવ તસ્કરીનો કેસ નોંધાવ્યો છે.

    જાણકારી મુજબ, મઉગંજ રીવા નિવાસી 31 વર્ષીય મહિલા શહેરમાં ભૂકંપ કોલોનીમાં રહીને છોટી લાઈન સ્થિત બાસુ હોટલમાં રહીને કામ કરતી હતી. મહિલાના લગ્ન 15 વર્ષ પહેલાં થયા હતા, જોકે પતિ મારપીટ કરતો હતો. મહિલાએ લગ્નનાં ત્રણ વર્ષ પછી પતિને છોડી દીધો હતો. તેનો એક 12 વર્ષનો છોકરો છે. હાલ તે નાનીના ઘરે મઉગંજ રીવામાં છે. હોટલમાં તેને મજૂરી તરીકે 200 રૂપિયા મળતા હતા.પીડિતાના જણાવ્યા મુજબ, બાસુએ હોટલના મેનેજર અનિલ બર્મનનો પોતાની પત્ની જ્યોતિ સાથે પરિચય કરાવ્યો હતો. નવેમ્બર 2020માં અનિલ બર્મને પીડિતાને કહ્યું હતું કે ક્યાં સુધી 200 રૂપિયામાં કામ કરતી રહેશે. ચાલો કોટા, સારા પૈસા મળશે. 20 જાન્યુઆરી 2021ના રોજ જ્યોતિએ તેને કહ્યું હતું કે તે પોતાના પુત્રને પોતાની માતાની પાસે મોકલી દે, જ્યારે કોટામાં તમારું કામ સેટ થઈ જાય તો બોલાવી લેજો. મહિલાએ સંબંધી અમર કુશવાહની સાથે પુત્રને મઉગંજ રીવા મોકલી દીધો. 25 જાન્યુઆરીએ અનિલની પત્ની જ્યોતિએ તેને જબલપુરના ત્રણ પત્તી ચાર રસ્તાએ બોલાવ્યો અને પોતાના ઘરે લઈ ગઈ. 26એ જ્યોતિ તેને કોટા લઈ ગઈ. ત્યાં અનિલ બર્મન અને ગ્વારીઘાટ નિવાસી શાલિની જૈન(23), પરસવાડા નિવાસી સંતોષી મરાઠાને મળી.

    કોટાથી બધા પીડિતાને બંદુ નિવાસી સુરેશ સિંહ ઠાકુરના ઘરે લઈ ગયા. ત્યાં બલશાખા રાજસ્થાન નિવાસી જમુના શંકર તેને જોવા માટે સુરેશ ઠાકુરના ઘરે આવ્યા. પીડિતાને જોઈને જમુના શંકરે કહ્યું કે મને સોદો મંજૂર છે. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે કામ અપાવવાના બહાને સોદો કરવા લાવ્યા છે. તેને જમુના શંકરે 2.80 લાખ રૂપિયામાં ખરીદી લીધા. રૂપિયા તેણે સુરેશ ઠાકુરને આપ્યા. પોતાનું કમિશન કાપ્યા પછી સુરેશે બાકીની રકમ અનિલ, સંતોષી મરાઠા, જ્યોતિ બર્મને આપી દીધી.

    શાલિનીએ ઘટસ્ફોટ કર્યો છે કે આરોપીઓએ જ્યોતિ નામની યુવતીને પણ 70 હજાર રૂપિયામાં સુરેશ સિંહ ઠાકુરના માધ્યમથી રાજસ્થાનમાં કોઈને વેચી છે. શાલિનીનો પણ સોદો થઈ ગયો હતો, જોકે તેના રંગના કારણે તે બચી ગઈ.

    શાલિનીના નિવેદન પર ગ્વારીઘાટ પોલીસે અનિલ બર્મન(28), તેની પત્ની જ્યોતિ બર્મન, પરસવાડા સંજીવની નગર નિવાસી સંતોષી બૈરાગી અને બંદુ કોટા રાજસ્થાન નિવાસી સુરેશ સિંહ ઠાકુર અને અન્યની વિરુદ્ધ 370, 370ક, (2) 511, 34નો કેસ નોંધ્યા છે. જ્યારે 31 વર્ષીય બીજી પીડિતાએ મદનમહલ થાણામાં અનિલ બર્મન, તેની પત્ની જ્યોતિ બર્મન, સંતોષી મરાઠા, કોટા બુંદી નિવાસી સુરેશ સિંહ ઠાકુર અને 2.80 લાખ રૂપિયામાં ખરીદનાર જમુના શંકરની વિરુદ્ધ કલમ 342, 370, 376, 376(2)(N), 114, 109 120 બી 506, 34 ટાંકીને કેસ કરાવ્યો છે.


Download Our B K News Today App



Related News