સાસુના આડા સબંધે લીધો પુત્રવધુનો ભોગ, પુત્રવધૂએ પતિને સંબોધીને સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-17 18:18:07
  • Views : 187
  • Modified Date : 2022-10-17 18:18:07

    સામાન્ય રીતે સાસુ વહુના જગડા કે, પછી પતિ કે પત્નીના અનૈતિક સંબંધો કે પછી ઘર કંકાસને કારણે આપઘાતના બનાવો સામે આવતા હોય છે. પણ અમદાવાદમાં એક યુવતીએ આપઘાત કર્યો છે જેનું કારણ ચોંકાવનારું છે.સામાન્ય રીતે પછી પતિ કે પત્નીના અનૈતિક સંબંધો કે પછી ઘર કંકાસને કારણે આપઘાતના બનાવો સામે આવતા હોય છે. પણ અમદાવાદમાં એક યુવતીએ આપઘાત કર્યો છે જેનું કારણ ચોંકાવનારું છે. યુવતીએ આપઘાત કરતાં પહેલાં પતિના નામે સુસાઈડ નોટ પણ લખી છે. આમ તો પતિ કે પત્નીને કદાચ અનૈતિક સંબંધો હોય અને કોઈ આપઘાત કરે તે અલગ વાત છે પરંતુ સાસુના આડા સંબંધો ને કારણે વહુએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.ગાંધીનગર જિલ્લાના દહેગામમાં રહેતા નવિન સોનારાના બહેન અંજનાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપધાત કર્યુ હોવાનું સામે આવ્યું છે. જેની પાછળનું કારણ અન્ય કોઈ નહીં પરંતુ સાસુના એક યુવક સાથેના આડા સંબંધ છે. મૂળ દહેગામની યુવતીએ અમદુપુરામાં યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરીમાં તેને સારી રીતે રાખવામા આવતી હતી પરંતુ છેલ્લાં એક મહિનાથી તેના સાસુ અને આ ગુનાના મુખ્ય આરોપીને એક ભુપેન્દ્ર નામનાં યુવક સાથે આડાસંબંધ હોવાથી તે યુવતીના ઘરે અવરજવર કરતો હતો જેથી તેણે સાસુને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાસુ ન માનતા પતિને જાણ કરી હતી.પુત્રવધુએ દિકરાને પોતાની કાળી કરતુત વિશે જાણ કરી હોવાની બાબતનો ખાર રાખી દિકરો નોકરી પર જાય ત્યારે સાસુ યુવતી સાથે બોલાચાલી કરી હેરાન કરતી હતી. યુવતીના પતિએ માતાના મિત્રને પણ ઠપકો આપ્યો હતો પરંતુ સાસુ તેની સાથે દરરોજ ઝઘડો કરી ત્રાસ આપતા હતા અને સસરાને પુત્રવધુ વિરુધ્ધ ચઢામણી કરી તેને હેરાન કરાતી હોવાનું જણાવતા. 14મી ઓક્ટોબરના રોજ અંજનાએ સવારે 9 વાગે ભાઈને ફોન કરી સાસરીમાં સાસુ-સસરા હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હોવાથી તે કંટાળી ગઈ હોવાનું જણાવ્યું હતું અને અંતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે પોલીસને ઘરમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં પતિને સંબોધીને લખવામાં આવ્યું છે. 

  યુવતીના ભાઈને આ મામલે જાણ કરાતા તેઓએ શહેરકોટડા પોલીસ મથકે બહેનના સાસુ અને સસરા સામે આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે સાસુ અને સસરાની શોધખોળ શરૂ કરી છે સાથેજ સુસાઈડ નોટ ખરેખર મૃતક યુવતીએ જ લખી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News