રાજકોટ નજીક ફાર્મ હાઉસમાં પુત્રને ઝેરી દવા પીતો જોઇ માતાએ પણ ગટગટાવ્યું, બંનેની હાલત ગંભીર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 17:03:15
  • Views : 247
  • Modified Date : 2021-03-16 17:03:15

    રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામે રહેતા અને નજીકના ગામ ખરેડી પાસે આવેલા સ્વપ્નીલ ફાર્મ હાઉસમાં માતા-પુત્રએ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. દિકરાને ઝેરી દવા પીતો જોઇ માતાએ પણ ઝેરી દવા પી લેતા બંનેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

    રાજકોટના કુવાડવા રોડ પર આવેલા માલિયાસણમાં રહેતાં અને હાલમાં નજીકના ખરેડી ગામ પાસે આવેલા સ્વપ્નીલ ફાર્મ હાઉસ ખાતે રહી ત્યાં ચોકીદારી કરવા ઉપરાંત નિંદામણ સહિતનું કામ કરતાં લીલાબેન ભગવાનજીભાઇ મોરવાડીયા (ઉં.વ.65) તથા તેના દિકરા અરવિંદભાઇ ભગવાનજીભાઇ મોરવાડીયા (ઉં.વ.45)એ ઝેરી દવા પી લેતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

    બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને કરતાં હેડકોન્સ્ટેબલ જયપાલસિંહ સહિતનો સ્ટાફ રાજકોટ પહોંચ્યો હતો અને માતા-પુત્રએ આ પગલુ શા માટે ભર્યુ? તે જાણવા પ્રયાસ કર્યો હતો. જોકે બંનેની હાલત ગંભીર હોવાથી કંઇ બોલી શક્યા નહોતાં. માતા લીલાબેને એટલું કહ્યું હતું કે દિકરો અરવિંદ દવા પી જતાં પોતે પણ પી લીધી હતી. જ્યારે અરવિંદભાઇ બેભાન હોવાથી જાણી શકાયું નહોતું.

    અરવિંદભાઇ ખેત મજૂરીની સાથે ઈકો ગાડીના ફેરા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અરવિંદભાઇ માતા-પિતાનો એકનો એક પુત્ર છે. અરવિંદભાઇને સંતાનમાં એક પુત્ર છે. તેના માતા લીલાબેન અને પિતા ભગવાનજીભાઇ દેવજીભાઇ મોરવાડીયા કેટલાક સમયથી ખરેડી રોડ પર આવેલા ફાર્મમાં રહી સિક્યુરિટીમેન તરીકે નોકરી કરે છે. અરવિંદભાઇ રોજ સાંજે માતા-પિતા પાસે આંટો મારવા જાય છે. ગત સાંજે પણ તે ઘરેથી હું વાડીએ જઇ આવું કહીને નીકળ્યા બાદ વાડીએ જઇ ઝેરી દવા પી લીધી હતી. એ જોઇ માતાએ પણ વધેલી દવા પી લીધી હતી.


Download Our B K News Today App



Related News