રાણાકંડોરણા ગામમાં માતા અને પુત્રનું તળાવમાં ડૂબતા મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-27 14:32:38
  • Views : 124
  • Modified Date : 2023-08-27 14:32:38

પોરબંદરમાં માતા અને પુત્રનું તળાવમાં ડૂબતા મોત થયા હોવાનું સામે આવ્યુ છે. પોરબંદરમાં ગઈકાલે રાણાકંડોરણા ગામમાં કપડા ધોવા ગયેલી માતાનું તળાવમાં ડૂબવાથી મોત થયું હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર બાળક પાણીમાં પડતા માતાએ પુત્રને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતુ. પોરબંદરમાં ફાયર બ્રિગેડે માતા અને પુત્રના મૃતદેહને બહાર કાઢ્યા હતા.તો આ તરફ ભાવનગરના મહુવા નજીક માલણ નદીમાં ચાર યુવાનોના ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. નાનાજાદરા અને કુંભણ વચ્ચે માલણ નદીમાં નહાવા ગયેલા યુવકોમાંથી 2 યુવકના મૃતદેહ મળ્યા છે. જ્યારે ફાયરના જવાનો અને તરવૈયાઓ બે ગુમ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. તમામ યુવાનો મહુવાના રૂપાવટી ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

Download Our B K News Today App



Related News